<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

ડાકોરના રણછોડરાય મંદિરે જન્માષ્ટમી પર્વને લઈને ભક્તિનો માહોલ : મંદિર પરિસર ' જય રણછોડ'ના નાદથી ગુંજી ઉઠ્યું

દર્શન માટે લાંબી કતારો: ભક્તોની સુરક્ષા માટે પોલીસ અને તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો :મંદિર પરિસરમાં ભક્તોની સુવિધા માટે વિવિધ વ્યવસ્થાઓ

ડાકોરના રણછોડરાય મંદિરે જન્માષ્ટમી પર્વને લઈ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં ભગવાન રણછોડરાયના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી છે. મંદિર પરિસર ‘જય રણછોડ, જય રણછોડ’ના નાદથી ગુંજી ઉઠ્યું છે અને દૂરદૂરથી મોટી સંખ્યામાં ભક્તો ડાકોર પહોંચ્યા છે. જન્માષ્ટમી નિમિત્તે મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે અને દર્શન માટે લાંબી કતારો જોવા મળી છે. ભક્તોની સુરક્ષા માટે પોલીસ અને તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ મંદિર પરિસરમાં ભક્તોની સુવિધા માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે રણછોડરાયના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે અને ડાકોરમાં ચારેય તરફ કૃષ્ણમય માહોલ જોવા મળી રહ્યો છે.

(10:21 AM IST)