<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ધોલેરા મંદિરનો સેવાયજ્ઞઃ ૮૦૦૦ છાત્રોને વિનામૂલ્‍યે શૈક્ષણિક સામગ્રી વિતરણ

ધોલેરા મંદિરના શિક્ષણ સેવાયજ્ઞ અંતર્ગત ૮ હજાર વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં ઉપયોગી વસ્‍તુઓના વિતરણ પ્રસંગે શ્રી સંતવલ્લભ સ્‍વામી, શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા, શ્રી ભરત પંડયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

રાજકોટ  તા. ૩૦ :..  શ્રી સ્‍વામિનારાયણ મંદિર - ધોલેરાધામ ખાતે શ્રી મદનમોહનજી મહારાજના દ્વિશતાબ્‍દી મહોત્‍સવ નિમિત્તે , આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને કોઠારી સ્‍વામી દ્વારા યોજાયેલી ભવ્‍ય પૂર્ણિમા સત્‍સંગ સભા યોજાઈ હતી આ પૂનમના પવિત્ર દિવસે ધાર્મિક સંસ્‍થાની એક પહેલ નજરે પડી ..‘સભા દરમિયાન સુવિધા સેવા યજ્ઞ અંતર્ગત છબીલદાસ ડેવલપર્સ પ્રા. લિ., ધોલેરાના સહયોગથી ભાલ પ્રદેશની વિવિધ સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતા અંદાજે ૮,૦૦૦ વિદ્યાર્થીઓને નિઃશુલ્‍ક શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે આશીર્વચન આપતા પૂજ્‍ય શ્રી સંતવલ્લભદાસજી સ્‍વામી, ચેરમેનશ્રી, વડતાલધામે જણાવ્‍યું હતું કે, શિક્ષણ સાથે સંસ્‍કારનું સિંચન જ ઉજ્જવળ સમાજનું નિર્માણ કરે છે.

તેમણે વિદ્યાર્થીઓને માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવા પૂરતા નહીં પરંતુ સદાચાર, ચારિત્ર્ય, રાષ્‍ટ્રપ્રેમ અને મૂલ્‍યનિષ્ઠ જીવન જીવવાની પ્રેરણા આપી હતી.

કાર્યક્રમમાં  બાપુ સ્‍વામી ધંધુકા, હરિકળષ્‍ણ સ્‍વામી નાર , હરિચરણદાસજી સ્‍વામી , વિજયપ્રકાશ સ્‍વામી તથા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા, શિક્ષણવિદ્‌ શ્રી ભરતભાઈ પંડ્‍યા, શ્રી વી. જે. રાજપૂત (IAS), કમિશનર, દિવ્‍યાંગજન, શ્રી બળવંત જાની સહિતના મહાનુભાવોએ વિશેષ ઉપસ્‍થિતિ નોંધાવી હતી. ઉપસ્‍થિત મહાનુભાવોએ આ સેવાકીય અભિયાનને શિક્ષણ અને સમાજસેવાનો ઉત્તમ સમન્‍વય ગણાવી તેની પ્રશંસા કરી હતી.

(2:58 PM IST)