<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

ધોળકા-બગોદરા રોડ પર કાળમુખો અકસ્‍માતઃ ૪ના મોત

કાર ચાલકે સ્‍ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ : બારેજાથી સગાઈના પ્રસંગમાં જઈ રહેલા પરિવારને નડ્‍યો અકસ્‍માત

અમદાવાદ તા.૧: અમદાવાદ જિલ્‍લાના ધોળકા-બગોદરા હાઈવે (Dholka-Bagodara Highway) પર આજે એક અત્‍યંત કરુણ અને ગમખ્‍વાર અકસ્‍માત (Tragic Accident) સર્જાયો છે. વાલથેરા ગામ નજીક એક કાર ચાલકે સ્‍ટીયરિગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં એક જ પરિવારના ૪ વ્‍યક્‍તિઓના મોત નીપજ્‍યા છે, જ્‍યારે અન્‍ય ૫ થી ૬ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થયા છે.

મળતી માહિતી મુજબ, આ પરિવાર અમદાવાદના બારેજા (Bareja) વિસ્‍તારનો રહેવાસી છે. પરિવારના સભ્‍યો કારમાં સવાર થઈને એક સગાઈના પ્રસંગમાં (Engagement Ceremony) જઈ રહ્યા હતા. ત્‍યારે વાલથેરા ગામ પાસે અચાનક કાર ચાલકે સ્‍ટીયરિગ પરથી કાબૂ (Lost Control) ગુમાવ્‍યો હતો અને કાર પલટી મારી ગઈ હતી. અકસ્‍માત એટલો ભયાનક હતો કે ૩ લોકોના ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યા હતા, જ્‍યારે એક વ્‍યક્‍તિનું હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

અકસ્‍માતને પગલે સ્‍થાનિક લોકો દોડી આવ્‍યા હતા અને તાત્‍કાલિક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરી હતી. ઇજાગ્રસ્‍ત થયેલા ૫ થી ૬ લોકોને તાત્‍કાલિક ધોળકાની હોસ્‍પિટલમાં (Dholka Hospital) સારવાર માટે ખસેડવામાં આવ્‍યા છે. પોલીસે આ મામલે અકસ્‍માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગાઈના હર્ષોલ્‍લાસ વચ્‍ચે અચાનક કાળનો પંજો ફરી વળતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

(10:06 AM IST)