<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

ધોળકાના ઐતિહાસિક વૌઠાના મેળાનો ભવ્ય પ્રારંભ: સપ્તનદીના પવિત્ર સંગમે ઉમટ્યા શ્રદ્ધાળુઓ

વૌઠાના મેળામાં નાના-મોટા ચકડોળ, હોડી સહિત વિવિધ મનોરંજનના સાધનો અને રાઈડ્સ લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યાં

ગુજરાતના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક લોકમેળા એવા ધોળકા તાલુકાના વૌઠાના મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. વૌઠા ગામે સપ્તનદીના પવિત્ર સંગમસ્થાને આવેલા ચકલેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળાને લઈને શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેળાના વિધિવત પ્રારંભ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિતના અગ્રણીઓ અને સાધુ-સંતો ઉપસ્થિત રહી રીબિન કાપીને મેળાને ખુલ્લો મૂક્યો હતો. આ વર્ષે વૌઠાના મેળામાં નાના-મોટા ચકડોળ, હોડી સહિત વિવિધ મનોરંજનના સાધનો અને રાઈડ્સ લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

(12:40 AM IST)