<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ડીઝલતંગીઃ ખેતી અને ઉદ્યોગોમાં સપ્‍લાય ચેઈનને વ્‍યાપક અસર થતી શકયતા

ટ્રાન્‍સપોર્ટ સેક્‍ટરમાં FAFનો અમલ, માલ પરિવહન ખર્ચમાં વધારો થશે : એએફએમસીજી, શાકભાજી, ફળો, દૂધ, મેન્‍યુફેકચરર્સ, મેડિકલ, ઇલેક્‍ટ્રોનિક્‍સ, ઈ- કોમર્સને અસર : ઓલ ઇન્‍ડિયા ટ્રાન્‍સપોર્ટ વેલ્‍ફેર એસો. દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્‍યો

વડોદરા તા.૨૩: મધ્‍ય ગુજરાતમાં ફાર્મા, એન્‍જિનિયરિંગ, પ્‍લાસ્‍ટિક, કેમિકલ, પાવર કોમ્‍પોનન્‍ટ, ફૂડ પ્રોસેસિગ સહિતના સેક્‍ટરને હાલમાં ડીઝલના ભાવ વધારાની વ્‍યાપક અસર પડી રહી છે. ખેતી અને ઉદ્યોગોની સપ્‍લાય ચેઇનને વ્‍યાપક અસર પડી રહી છે. એક તરફ કાચો માલ સમયસર મળતો નથી. બીજી તરફ઼ તૈયાર માલની સમયસર રવાનગી થતી નથી. વેચાણ અને હાલના વાસ્‍તવિક અસર પડી રહી હોવાના કારણે  ઉદ્યોગોની હાલત કફોડી બની જવા પામી છે.

પヘમિ એશિયાના યુધ્‍ધના પગલે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિગ વધારો એક તરફ થયો છે બીજી તરફ રૂપિયાનું અવમૂલ્‍યન થતાં આયાતી ચીજ વસ્‍તુઓના ભાવ પણ કુદકેને ભુસકે વધી રહ્યા છે. ડીઝલના ભાવ વધારાની સાથે સાથે હવે હાઇવે પર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ડીઝલની તંગી રારૂ થઇ હોવાની ફરિયાદો વધી છે. ઓલ ઇન્‍ડિયા ટ્રાન્‍સપોર્ટ વેલ્‍ફેર એસો. દ્વારા ૨૦મીથી જ અમલમાં આવે તે રીતે ફયુઅલ એડજેસ્‍ટમેન્‍ટ ફેક્‍ટસ FAF) જાહેર કરવામાં આવતા માલ પરિવહનના દરમાં વધારો થઈ શકે છે. એફએએફમાં એવી ફોર્મ્‍યુલા રાખવામાં આવી છે કે, ડીઝલની કિમતમાં રૂા.૧ના વધારાની સામે ૦.૯૫ ટકા પરિવહન ભાડુ વધારવામાં આવશે. આમ હવે ઓલ  મોંઘવારીના વિષચક્ર શરૂ થરો.

વેલ્‍ફેર ડીઝલની તંગીની પરિપત્રમ પરિપત્ર અસર શરૂ થઇ છે. એક તરફઃ હવે હાઈવે અને પેટ્રોલ પંપો ઉપર ડીઝલ ન હોવાની ફરિયાદો આવી રહી છે. જોકે સૌરાષ્ટ્ર - કચ્‍છ જેવી હાલત ન હોવાનું પેટ્રોલ - ડીઝલ ડિલર્સ એસો.ના એક અગ્રણીએ જણાવ્‍યું હતું. ઓઈલ માર્કેટિગ કંપનીઓ દ્વારા બલ્‍કમાં ડીઝલ ખરીદનારને પંપની ફાળવણી થતી હતી. હવે બલ્‍કમાં ડીઝલ એક લિટરના રૂા.૧૩૭ થી રૂા. ૧૪૦ થતા હોવાના કારણે કન્‍ઝ્‍યુમર આઉટલેટ તરીકે ઓળખાતા આવા પંપો હવે રિટેઇલ આઉટલેટમાં પરિવર્તિત કરાવવામાં આવી રહ્યા છે. જેના પગલે હાલમાં આવા પંપો ઉપર પુરવઠો જોવા મળતો નથી.

નંદેસરી ઇન્‍ડસ્‍ટ્રિઝ એસો.ના પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, ડીઝલની તંગીની હાલમાં ખાસ અસર જોવા મળી નથી પણ કેમિકલના રો મટિરિયલના ભાવ વધી જવા પામ્‍યા છે. ઉત્‍પાદન ખર્ચ, પરિવહન ખર્ચ, શ્રમિકોના ખર્ચ વધ્‍યો છે તેની સામે કંપનીઓની આવક ઘટી રહી હોવાથી પરિસ્‍થિતિ કપરી બની રહી છે.

વીસીસીઆઇના સિનિયર વાઇસ પેસિડેન્‍ટ હિમાંશુ પટેલે જણાવ્‍યું હતુંકે, મકરપુરા જીઆઇડીસીમાં આવેલા નાના મોટા એકમો હાલમાં કાચા માલના ભાવ વધારા, નૂર ભાડામાં થયેલા વધારા,વર્કિગ કેપિટલની સમસ્‍યા વગેરેનો સામનો કરી રહ્યા છે. હાલમાં ટ્રાન્‍સપોર્ટેશનની સમસ્‍યા નથી. જોકે આગામી દિવસોમાં સમસ્‍યાનો સામનો કરવો પડશે.

પોર રમણગામડી ઇન્‍ડ.એસો.ના રવિ જોશીએ જણાવ્‍યું હતુંકે, હાલમાં ટ્રાન્‍સપોર્ટ સેકટરની સમસ્‍યા કોઈ જવા મળતી નથી. જોકે આગામી સમયમાં તે જોવા મળી શકે તેમ છે. પોર -રમણગામડીના એકમો હાલમાં વધેલા ઉત્‍પાદન ખર્ચ સામે કેવી રીતે સામનો કરવો તેની ભારે કવાયત કરી રહ્યા છે. 

FAF અમલી બનતા શું દરેક ચીજ વસ્‍તુ મોંઘી થશે

યુઅલ એડજેસ્‍ટમેન્‍ટ ફેક્‍ટર( FAF)નો અમલ કરવામાં આવતા માલ પરિવહનના દરમાં વધારો જાહેર કરાયો હોવાથી હવે કરિયાણાનો સામાન, ફળો, શાકભાજી, એફએમસીજી, મેડિકલ,કન્‍ટ્રક્‍શન, ઇ લેક્‍ટ્રોનિક્‍સ, ઇકોમર્સની ડિલીવરી મોંઘી બનશે, ફેઇડના દર વધારાની ફોર્મ્‍યુલા અમલમાં આવી છે.જેમાં ડીઝલના ભાવમાં રૂા.૧નો વધારો થાય તો આપોઆપ ટૂંક ભાડામાં ૦.૬૫ ટકાનો વધારો અમલી બનશે. જો રૂા.૫નો વધારો થાય તો ૩.૨૫ ટકા, રૂા.૧૦નો વધારો થાય તો ૬.૫ટકા ટુકભાડામાં વધારો થઇ શકે છે.

રૂપિયો ડોલર સામે ઘસાઇ રહ્યો છે ત્‍યારે આયાતી ચીજો મોંઘી એક ડોલરના રૂા૯૬ ભાવ થયો છે.

ત્‍યારે ઉદ્યોગોમાં આયાતી ચીજ વસ્‍તુઓના દર લગભગ દોઢાથી બમણાં થઇ જવા પામ્‍યા છે.આયાત આધારિત ઉત્‍પાદનો ધરાવતી કંપનીઓની હાલત હાલમાં કફોડી બની જવા પામી છે. હવે ચીન સાથે સ્‍પર્ધામાં ઉદ્યોગો ટકી શક્‍તા નથી. નિકાસ માટેના ઓર્ડર પણ અનિヘતિ બની જવા પામ્‍યા છે. ઉત્‍પાદન ખર્ચ એકાએક વધી જતાં હવે ઘણા એકમોને તો ખરીદનાર કંપનીઓ દ્વારા વધુ કિમત ન મળે તેવા સંજોગોમાં ઉત્‍પાદન ઘટાડવાની ફરજ પડી રહી છે

ભાવ વધારાની સાથે સાથે શ્રમિકોની તંગીની સમસ્‍યા

વિવિધ ચીજ વસ્‍તુઓ, કાયા માલમાં માર્ચ મહિનાથી થઇ રહેલા ભાવ વધારાની સમસ્‍યા હાલમાં જોવા મળી રહી છે. બીજી તરફ બિહાર, ઓરિસ્‍સા ઉત્તર પ્રદેશ, ૫.બંગાળમાં જે શ્રમિકો હોળી બાદ ગયા છે તેમાંથી મોટા ભાગના શ્રમિકો પરત ફર્યા નથી. આ સંજોગોમાં ઘણા ઔધોગિક એકમોમાં ઉત્‍પાદનને અસર પડી છે. અગાઉ એલજીપીની તંગીના કારણે પણ કેટલાક શ્રમિકો તેમના વતનમાં ગયા હતા હવે ત્‍યાં મનરેગામાં કામ કરવાનું પસંદ કરે છે. કેટલાક એકમોમાં તો શ્રમિકોને તાલીમ આપવામાં આવ્‍યા બાદ તેઓ પરત આવ્‍યા ન હોવાનું પણ બહાર આવ્‍યું છે.

ડીઝલ ન મળતાં ખેડૂતો નિરાશ

હાલમાં ૪૦ ડિગ્રી ઉપરાંત તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે ત્‍યારે ઉનાળુ પાક માટે સિચાઇના પાણી માટે તથા ટ્રેક્‍ટર તેમજ કૃષિ યંત્રો ચલાવવા માટે ડીઝલની જરૂર પડે છે પણ પંપો ઉપર જથ્‍થો ન હોવાના કારણે ખેડૂતો નિરાશ થઇ ગયા છે. નજર સામે પાકને નિષ્‍ફળ જતાં જોવાની સ્‍થિતિ આવી છે.

ટ્રક ભાડા વધારા માટેના કારણો

(૧) ડીઝલના ભાવમાં વધારો

(૨) ૧લી એપ્રિલથી ટોલ ચાર્જ વધ્‍યા

(૩) શ્રમિકોની મજૂરી વધી ગઇ

(૪) ટાયરના ભાવમાં ૫ ટકાનો વધારો

(૫) બીએસ ૬ ટ્રકોમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ફરજિયાત ડીઝલ એક્‍ઝોસ્‍ટ ફલુઇડનો ઉપયોગ કરવો પડે છે. જેના ભાવ ૨ મહિનામાં બમણાં થઇ જવા પામ્‍યા છે

(10:27 AM IST)