તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
દાહોદ જિલ્લામાં એસટી બસમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ : ડેપો મેનેજરે બસ ડ્રાઇવર અને તેના પુત્રને રંગેહાથ ઝડપ્યા
ડેપો મેનેજરે શંકાના આધારે ગુપ્ત વોચ ગોઠવી:બસ ડ્રાઇવર અને તેનો પુત્ર બસની ટાંકીમાંથી પાઇપ વડે કારબામાં ડીઝલ ચોરી કરતા હતા :બંનેને રંગેહાથ દબોચી લીધા

દાહોદ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એસ.ટી. બસની માઇલેજ અચાનક ઘટી જતાં ઝાલોદ ડેપો મેનેજરને શંકા ગઈ હતી. તપાસ કરતાં જે સત્ય સામે આવ્યું તેણે સૌને ચોંકાવી દીધા. ઝાલોદ ડેપોની બસ જ્યારે રાત્રિ રોકાણ માટે ઊભી રહેતી, ત્યારે તેનો જ ડ્રાઇવર પોતાના પુત્ર સાથે મળીને આ કાળા કારોબારને અંજામ આપતો હતો.
ડેપો મેનેજરે શંકાના આધારે ગુપ્ત વોચ ગોઠવી હતી. બરાબર એ જ સમયે બસ ડ્રાઇવર અને તેનો પુત્ર બસની ટાંકીમાંથી પાઇપ વડે કારબામાં ડીઝલ ચોરી રહ્યા હતા. પ્લાનિંગ મુજબ જ બંનેને રંગેહાથ દબોચી લેવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર આ ચોરીના નેટવર્કમાંથી 30 લીટર ચોરાયેલું ડીઝલ રિકવર કરવામાં આવ્યું છે. ડેપો મેનેજરની સત્તાવાર ફરિયાદના આધારે લીમડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે એક તરફ સામાન્ય ખેડૂતો ડીઝલની અછત વચ્ચે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ, સરકારી પગાર મેળવતા જવાબદાર ડ્રાઇવર જ પોતાના પુત્ર સાથે મળીને આવી ચોરી કરતા ઝડપાયા, જે ખરેખર શરમજનક છે.
લીમડી પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ચોરી માત્ર એક દિવસની હતી કે પછી લાંબા સમયથી આ રીતે સરકારી તિજોરીને ચૂનો લગાવવામાં આવી રહ્યો હતો
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
