News of Friday, 20th November 2026
ગાંધીનગર જિલ્લામાં માતા મરણ અને બાળકોના કુપોષણ અંગે સમીક્ષા કરતા દિગંત બ્રહ્મભટ્ટ
જિલ્લા પોષણ ટાસ્ક ફોર્સની બેઠકમાં માર્ગદર્શન આપતા ડી.ડી.ઓ.

ગાંધીનગર તા.૨૦: જિલ્લામાં આરોગ્ય અને પોષણલક્ષી સેવાઓને વધુ સુદ્રઢ અને પરિણામલક્ષી બનાવવાના હેતુથી જિલ્લા પોષણ ટાસ્ક ફોર્સની એક્ઝિકયુટિવ બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિગંત બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
બેઠકમાં ડીડીઓશ્રીએ માતા મરણના દરેક કેસની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરીને સંપૂર્ણ જવાબદારી સાથે કામગીરી કરવા પર વિશેષ ભાર મૂકયો હતો. સાથે, ગંભીર કુપોષિત બાળકોને CMTC ખાતે દાખલ કર્યા બાદ તેમની સારવાર અને આરોગ્યમાં થયેલા સુધારાનું થર્ડ પાર્ટી દ્વારા રિવ્યૂ કરાવવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા તમામ THOને પોતાના તાલુકામાં દરેક કેડરના કર્મચારીઓની કામગીરીનું દરરોજ રૂબરૂ ફિઝિકલ મોનિટરિંગ કરવા કડક સૂચના આપવામાં આવી હતી તેમજ જિલ્લા પંચાયત કક્ષાએ DMPCC દ્વારા પણ સમગ્ર કામગીરીની નિયમિત સમીક્ષા કરવામાં આવશે તેમ જણાવાયું હતું.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
