તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકાના કોલંબો માટેની ડાયરેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ થશે
નવી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થવાથી પ્રવાસન અને વેપાર અર્થે શ્રીલંકા જતાં મુસાફરો માટે મુસાફરી અત્યંત સરળ, ઝડપી અને આરામદાયક બની રહેશે.

અમદાવાદ અને ગુજરાતના પ્રવાસીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. અદાણી સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવે શ્રીલંકાના કોલંબો માટેની ડાયરેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રખ્યાત એરલાઇન્સ કંપની ‘ફિટ્સ એર’ દ્વારા આ ચાલુ સપ્તાહથી જ પોતાની પ્રથમ ફ્લાઇટ ઓપરેટ કરીને આ સેવાની વિધિવત શરૂઆત કરવામાં આવશે. અત્યાર સુધી અમદાવાદીઓને શ્રીલંકા જવા માટે કનેક્ટિંગ ફ્લાઇટ્સ પર નિર્ભર રહેવું પડતું હતું, જેમાં સમય અને નાણાં બંનેનો વ્યય થતો હતો. પરંતુ હવે આ નવી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થવાથી પ્રવાસન અને વેપાર અર્થે શ્રીલંકા જતાં મુસાફરો માટે મુસાફરી અત્યંત સરળ, ઝડપી અને આરામદાયક બની રહેશે. આ જાહેરાતને પગલે પ્રવાસન ક્ષેત્રના અગ્રણીઓ અને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
