<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ગુજરાતને સેમિકન્‍ડક્‍ટર હબ બનાવવાની દિશાથી લઈને ‘વિકસિત ગુજરાત @૨૦૪૭' સુધી જી ૨૦... ગુજરાતને મળી આંતરરાષ્‍ટ્રીય મંચ ઉપર મોટી તક

ભૂપેન્‍દ્રભાઈ પટેલ સરકારનું ત્રીજું વર્ષઃ ૧૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૩થી ૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ : વાઈબ્રન્‍ટ ગુજરાત ૨૦૨૪ બની ૧૦મી સમીટ : ગુજરાતની નવી ઔદ્યોગિક ઓળખ બની સેમિકન્‍ડક્‍ટરઃ ધોલેરાનો ભવિષ્‍ય ઔદ્યોગિક શહેર તરીકે થયો ઉદયઃ નવી ટેકનોલોજી તરફ આગળ વધ્‍યું ગુજરાતઃ ખેડુતો માટે પીએમ કિસાન યોજના,ગરીબો માટે પીએમ આવાસ યોજના

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ ૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪  ભૂપેન્‍દ્રભાઈ પટેલે મુખ્‍યમંત્રી તરીકે ત્રીજા વર્ષનો આરંભ કર્યો ૧૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૩થી ,  ૨૦૨૧માં અચાનક મુખ્‍યમંત્રી બનેલા ભૂપેન્‍દ્રભાઈ હવે માત્ર સરકાર ચલાવતા નેતા નહોતા રહ્યા ડિસેમ્‍બર ૨૦૨૨ની ઐતિહાસિક ચૂંટણી જીત બાદ તેઓ મજબૂત જનમત સાથે બીજી ટર્મમાં હતા, ત્રીજા વર્ષમાં સરકારનો ફોકસ વધુ સ્‍પષ્ટ રીતે રોકાણ, ઉદ્યોગ, સેમિકન્‍ડક્‍ટર, ગ્રીન એનર્જી, શિક્ષણ, ટેકનોલોજી અને ૨૦૪૭ના વિકસિત ગુજરાત તરફ જોવા મળ્‍યો,  ગુજરાત સરકારે ત્રણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ૧૧ નવી નીતિઓ સહિત અનેક પહેલોને પોતાની મુખ્‍ય સિદ્ધિઓ તરીકે રજૂ કરી હતી.

ભુપેન્‍દ્રભાઈ પટેલ સરકારના ત્રીજા વર્ષને જોઈએ તો, જી ૨૦માં ગુજરાતને આંતરરાષ્‍ટ્રીય મંચ પર મળી મોટી તક,૨૦૨૩ માં ભારતે  જી ૨૦નું અધ્‍યક્ષપદ સંભાળ્‍યું હતું અને ગુજરાતમાં પણ અનેક જી ૨૦ બેઠકો યોજાઈ, ગુજરાત સરકારના જણાવ્‍યા મુજબ, રાજ્‍યમાં ૧૭ જી ૨૦ બેઠકો યોજાઈ હતી, આ બેઠકોને કારણે ગુજરાતને વિશ્વના વિવિધ દેશોના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ અને નીતિ નિર્માતા ઓ સામે પોતાની આર્થિક, ઔદ્યોગિક, સાંસ્‍કળતિક અને પ્રવાસન ક્ષમતા રજૂ કરવાની તક મળી, આ સમયગાળામાં ગુજરાત માટે જી ૨૦ માત્ર રાજદ્વારી કાર્યક્રમ નહોતો, પરંતુ ગ્‍લોબલ ગુજરાતની છબી મજબૂત કરવાની તક પણ બની.

વાઈબ્રન્‍ટ ગુજરાત સમિટ ૨૦૨૪ દસમી સમીટ, ત્રીજા વર્ષનું સૌથી મોટું ઔદ્યોગિક આકર્ષણ હતું વાઈબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ, જાન્‍યુઆરી ૨૦૨૪માં ગાંધીનગર ના મહાત્‍મા મંદિર માં યોજાયેલી આ ૧૦મી વાઈબ્રન્‍ટ ગુજરાત સમિટનું થીમ હતું ‘ગેટ વે ટુ ધ ફયુચર', સરકારના જણાવ્‍યા પ્રમાણે સમિટમાં ૧૪૦ થી વધુ દેશોમાંથી ૬૧,૦૦૦થી વધુ પ્રતિનિધિઓ જોડાયા હતા, આ દરમિયાન ૧૫૦ સેમિનાર અને કાર્યક્રમો, ૨,૮૬૨ બી ૨ બી મીટિંગ ,૧,૩૬૮ બી ૨ જી મીટિંગ યોજાયા હતા, આ સમિટ દ્વારા ગુજરાતે પોતાને ભવિષ્‍યના ઉદ્યોગો અને નવી ટેકનોલોજીના કેન્‍દ્ર તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો.

સેમિકન્‍ડક્‍ટર ગુજરાતની નવી ઔદ્યોગિક ઓળખ, ત્રીજા વર્ષનું કદાચ સૌથી મહત્‍વનું ઔદ્યોગિક પરિવર્તન હતું, ગુજરાતને ભારતનું સેમિકન્‍ડક્‍ટર હબ બનાવવાની દિશા, ગુજરાત સરકારે સેમિકન્‍ડક્‍ટર ક્ષેત્ર માટે અલગ ગુજરાત સેમિકન્‍ડક્‍ટર પોલિસી શરૂ કરી સરકારના જણાવ્‍યા મુજબ આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં અનેક મોટા સેમિકન્‍ડક્‍ટર પ્રોજેક્‍ટ આગળ વધ્‍યા, જેમાં  મુખ્‍ય પ્રોજેક્‍ટોમાં માઇક્રો.. સાણંદ રૂ.૨૨,૫૦૦ કરોડનું રોકાણ, સીજી પાવર + રેનેસાસ + સ્‍ટાર્સ માઇક્રો ઇલેક્‍ટ્રોનિક  રૂ.૭,૬૦૦ કરોડ નો પ્રોજેક્‍ટ, ટાટા ઇલેક્‍ટ્રોનિકસ + પાવરચિપ.. ધોલેરા  રૂ.૯૧,૦૦૦ કરોડના રોકાણ સાથે સેમિકન્‍ડક્‍ટર ફેબ્રિકેશન યુનિટ, કાયનેસ સેમિકોન..સાણંદ રૂ.૩,૩૦૦ કરોડ નું રોકાણ સરકારના જણાવ્‍યા પ્રમાણે આ પ્રોજેક્‍ટો આગળ વધતા ગુજરાત ને દેશ માં સેમિકન્‍ડક્‍ટર ઉત્‍પાદનના મુખ્‍ય કેન્‍દ્ર તરીકે સ્‍થાપિત કરવાની દિશામાં મોટો વેગ મળ્‍યો.

ધોલેરા ભવિષ્‍યના ઔદ્યોગિક શહેર તરીકે ઉદય, સેમિકન્‍ડક્‍ટર ક્ષેત્ર સાથે ધોલેરાનું નામ પણ ખૂબ મહત્‍વનું બન્‍યું, ટાટા ઇલેક્‍ટ્રોનિકસ અને પાવરચીપના સહયોગથી ધોલેરામાં સેમિકન્‍ડક્‍ટર ફેબ્રિકેશન યુનિટ માટે મોટા રોકાણની જાહેરાત થઈ, આનો અર્થ માત્ર એક ફેક્‍ટરી નહીં પરંતુ, સેમિકન્‍ડક્‍ટર + ઇલેક્‍ટ્રોનિક + સપ્‍લાય ચેન + સ્‍કીલ્‍ડ જોબ્‍સનું એક મોટું ઇકો સીસ્‍ટમ ઊભું કરવાનો પ્રયાસ હતો, આ રીતે ત્રીજા વર્ષમાં ધોલેરા ગુજરાતના સૌથી મહત્‍વના ભવિષ્‍યના ઔદ્યોગિક વિસ્‍તારોમાં વધુ ચર્ચામાં આવ્‍યું.

નમો લક્ષ્મી યોજના દીકરીઓના શિક્ષણ માટે મોટું પગલું , ૨૦૨૪ના બજેટમાં ભૂપેન્‍દ્રભાઈ પટેલ સરકારની મહત્‍વની નવી યોજના ઓમાંની એક હતી નમો લક્ષ્મી યોજના, આ યોજનાનો મુખ્‍ય હેતુ ધોરણ ૯ થી ૧૨ સુધી અભ્‍યાસ કરતી વિદ્યાર્થિની ઓને આર્થિક સહાય આપી , શાળામાં પ્રવેશ વધારવો, ડ્રોપઆઉટ ઘટાડવો , દીકરીઓને માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ સુધી જાળવી રાખવા નો હતો, સરકારે ચાર વર્ષમાં કુલ રૂ.૫૦,૦૦૦ સુધીની સહાયની જોગવાઈ કરી,  આ યોજના શિક્ષણ ક્ષેત્રે સરકારના ત્રીજા વર્ષ ના મહત્‍વના નિર્ણયોમાં ગણાય છે.

વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન આપવા માટે ‘‘નમો સરસ્‍વતી વિજ્ઞાન સાધના યોજના'' શરૂ કરવામાં આવી , ધોરણ ૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનારા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવાનો હેતુ રાખવામાં આવ્‍યો, સરકારના જણાવ્‍યા મુજબ વિદ્યાર્થીને રૂ.૨૫,૦૦૦ સુધીની સહાય આપવામાં આવવાની જોગવાઈ કરવામાં આવી, સરકારનો હેતુ હતો કે આર્થિક કારણોસર કોઈ વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ છોડે નહીં.

શાળા પ્રવેશોત્‍સવ અને આધુનિક શાળાઓ, ત્રીજા વર્ષના અંત સુધીમાં શાળા પ્રવેશોત્‍સવ ૨૦૨૪ દરમિયાન ૬,૬૮૫ નવા વર્ગખંડ ,  ૭,૮૭૮ કોમ્‍પ્‍યુટર લેબ ૨૬,૫૭૦ સ્‍માર્ટ ક્‍લાસરૂમ સાથે સંબંધિત કામો પૂર્ણ થયાનું રાજ્‍ય સરકારે જણાવ્‍યું હતું આ અગાઉ શરૂ કરાયેલા મિશન સ્‍કૂલ્‍સ ઓફ એક્‍સિલેશન ને આગળ વધારતી કામગીરી હતી, અર્થાત્‌ ભૂપેન્‍દ્રભાઈ સરકારની શિક્ષણ નીતિ માં બે બાબતો પર ભાર જોવા મળ્‍યો  ‘‘શાળામાં પ્રવેશ'' + ‘‘શાળાની ગુણવત્તા''

રૂ.૩.૩૨ લાખ કરોડનું બજેટ , ત્રીજા વર્ષ દરમિયાન ગુજરાતનું બજેટ વધુ વિશાળ બન્‍યું, સરકારે આશરે રૂ.૩.૩૨ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું સરકારના જણાવ્‍યા પ્રમાણે આ બજેટને પાંચ મુખ્‍ય દિશાઓ સાથે જોડવામાં આવ્‍યું, ૫ જી, ગરવી ગુજરાત,  ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત ગ્‍લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત આ ઉપરાંત ‘‘વિઝિટ ગુજરાત @ ૨૦૪૭ '' માટે લાંબા ગાળા નું વિઝન રજૂ કરવામાં આવ્‍યું.

ગ્રીન ગુજરાત રિન્‍યુએબલ એનર્જી અને  અને ગ્રીન હાઈડ્રોજન, ત્રીજા વર્ષમાં પર્યાવરણ અને ઊર્જાના ક્ષેત્રમાં પણ નવી નીતિઓ આવી સરકારે, ગુજરાત રીન્‍યુબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી જાહેર કરી, આનો મુખ્‍ય હેતુ ગુજરાત ને રીન્‍યુબલ એનર્જી + ગ્રીન હાઈડ્રોજન + ક્‍લીન ટેકનોલોજીના ક્ષેત્રમાં રાષ્‍ટ્રીય અને વૈશ્વિક રોકાણ માટેનું કેન્‍દ્ર બનાવવાનો હતો, કચ્‍છ અને સૌરાષ્‍ટ્ર જેવા વિસ્‍તારો માં વિશાળ રિન્‍યુબલ એનર્જી  ક્ષમતા હોવાને કારણે ગુજરાત આ ક્ષેત્રમાં વિશેષ સ્‍થાન ધરાવે છે.

આત્‍મનિર્ભર ગુજરાત  સ્‍થાનિક ઉદ્યોગોને પ્રોત્‍સાહન ત્રીજા વર્ષ દરમિયાન  ગુજરાત આત્‍મનિર્ભર પોલિસી  અને ઉદ્યોગોને સહાય આપતી વિવિધ યોજનાઓને આગળ ધપાવવામાં આવી, એમએસએમઈ ક્ષેત્ર માં ગુણવત્તા સુધારવા માટે ઝેડ... ઝીરો ડિફેક્‍ટ, ઝીરો ઇફેક્‍ટ જેવી પહેલોને પ્રોત્‍સાહન આપવામાં આવ્‍યું , સરકારના જણાવ્‍યા પ્રમાણે ગુજરાતમાં ૩૮,૦૦૦ થી વધુ એમએસએમઈ એકમો ઝેડ સર્ટિફાઇડ થયા હતા, આનો હેતુ ગુજરાતના નાના અને મધ્‍યમ ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં સ્‍પર્ધા કરવા વધુ સક્ષમ બનાવવાનો હતો.

ડ્રોન પોલિસી નવી ટેકનોલોજી તરફ ગુજરાત ,ભૂપેન્‍દ્રભાઈ સરકારની નીતિઓમાં ગુજરાત ડ્રોન પોલિસી પણ મહત્‍વપૂર્ણ રહી, જો આપણે ડ્રોન ટેકનોલોજીના  ઉપયોગ અંગે જોઈએ તો ખેતી , જમીન માપણી , સર્વે, પોલીસિંગ, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, આપત્તિ વ્‍યવસ્‍થાપન જેવા ક્ષેત્રોમાં વધારવાની દિશામાં કામ થયું, સરકારનો અભિગમ હતો કે ડ્રોન માત્ર ટેકનોલોજી નહીં પરંતુ રોજગાર અને નવી ઉદ્યોગસળષ્ટિનું સાધન બને.

સિનેમેટિક ટુરિઝમ પોલિસી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને ફિલ્‍મ ઉદ્યોગ સાથે જોડવા માટે સિનેમેટિક ટુરિઝમ પોલિસી પણ ત્રીજા વર્ષ દરમિયાન શરૂ કરવામાં આવી, ગુજરાતમાં ફિલ્‍મ શૂટિંગ માટેના સ્‍થળો, સુવિધાઓ અને રોકાણને પ્રોત્‍સાહન આપવાનો હેતુ હતો , ગુજરાત ના કચ્‍છ, ગીર, ધોળાવીરા, અમદાવાદ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વગેરે સ્‍થળોને ફિલ્‍મ અને આંતરરાષ્‍ટ્રીય પ્રવાસન સાથે જોડવા ની સંભાવના આ નીતિ થી વધારવાનો પ્રયાસ થયો.

યુવાનો માં સ્‍ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્‍સાહન આપવા માટે એસએસઆઈપી ૨.૦ સ્‍ટુડન્‍ટ્‍સ સ્‍ટાર્ટઅપ એન્‍ડ ઈનોવેશન પોલિસી ૨.૦ આગળ ધપાવવામાં આવી, આનો હેતુ વિદ્યાર્થીઓને માત્ર નોકરી શોધનાર નહીં પરંતુ નવા વિચારો અને વ્‍યવસાય ઊભા કરનાર યુવા ઉદ્યોગસાહસિક બનાવવાનો હતો, ગુજરાત સતત ડીપીઆઈઆઈટીના સ્‍ટાર્ટઅપ રેન્‍કિંગમાં અગ્રણી રાજ્‍યો માં રહ્યું હોવાનું સરકારના અહેવાલોમાં દર્શાવવામાં આવ્‍યું છે.

અમળત સરોવર પાણી સંચય તરફ ધ્‍યાન, ત્રીજા વર્ષ દરમિયાન ગુજરાત માં અમળત સરોવર અભિયાનને પણ વેગ મળ્‍યો, સરકારના જણાવ્‍યા મુજબ રાજ્‍ય એ ૨,૬૪૯ અમળત સરોવર  પૂર્ણ કર્યા, જ્‍યારે લક્ષ્યાંક ૨,૪૭૫ નો હતો , એટલે લક્ષ્યાંક ની સરખામણી માં ૧૦૭% સિદ્ધિનોંધાવવામાં આવી આ પહેલનો મુખ્‍ય ઉદ્દેશ વરસાદી પાણીનું સંચય + ભૂગર્ભજળ નું સંવર્ધન + ગ્રામ્‍ય પાણી વ્‍યવસ્‍થાપન હતો.

અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સ્‍માર્ટ કાર્ડ સરકારના ત્રણ વર્ષના અહેવાલમાં જણાવાયું હતું કે ૧.૧૭ કરોડથી વધુ અસંગઠિત ક્ષેત્રના કામદારોને Smart Card આપવામાં આવ્‍યા. આ કાર્ડ દ્વારા વિવિધ સરકારી કલ્‍યાણકારી યોજના ઓ સુધી પહોંચ સરળ બનાવવાનો પ્રયાસ થયો.

 પી એમ આવાસ યોજના ગરીબો માટે આવાસ સરકારના ત્રણ વર્ષના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં પી એમ આવાસ યોજના હેઠળ ૧૪ લાખ થી વધુ મકાનો બનાવવામાં આવ્‍યા હતા. આમાં ગ્રામ્‍ય અને શહેરી બંને વિસ્‍તારોનો સમાવેશ થાય છે, આવાસ સાથે પાણી, વીજળી અને અન્‍ય મૂળભૂત સુવિધા ઓ જોડવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો.

ખેડૂતો માટે  પીએમ- કિસાન ની સીધી સહાય ,ખેડૂતો માટે કેન્‍દ્ર ની પીએમ કિસાન યોજના હેઠળ પણ ગુજરાતમાં મોટા પાયે સીધી સહાય પહોંચાડવામાં આવી , સરકારના જણાવ્‍યા મુજબ ૫૮.૭૯ લાખ ખેડૂત પરિવારોને રૂ.૧૧,૦૦૦ કરોડથી વધુ રકમ સીધી બેંક ખાતા માં ટ્રાન્‍સફર થઈ હતી , આ મોડેલમાં મધ્‍યસ્‍થી વગર ડીબીટી દ્વારા સીધી સહાય પહોંચાડવાનો અભિગમ રહ્યો.  ગુજરાતની ‘‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭'' દિશા ત્રીજા વર્ષ ના અંતે સરકાર નું સૌથી લાંબા ગાળાનું વિઝન હતું, ગુજરાત સરકારે ‘‘ર્અનિંગ વેલ લીવિંગ વેલ '' ના મંત્ર સાથે ૨૦૪૭ સુધી ના વિકાસ માટે રોડ મેપ  તૈયાર કર્યો હોવાનું જણાવ્‍યું ,ગુજરાતે આ પ્રકાર નો રોડ મૅપ તૈયાર કરનાર દેશનું પ્રથમ રાજ્‍ય હોવાનો દાવો પણ કર્યો, એટલે કે હવે સરકારની નજર માત્ર પાંચ વર્ષના કાર્યકાળ પર નહીં પરંતુ , ૨૦૪૭ સુધીનું વિકસિત ગુજરાત બનાવવા ના લાંબા ગાળાના લક્ષ્ય તરફ હતી. સીએમઓ માં પણ ટેકનોલોજીનો ઉપયોગ,  વહીવટ ને વધુ પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવાની દિશા માં પણ કામગીરી થઈ, ગુજરાતના મુખ્‍યમંત્રી કાર્યાલય ને ISO ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણપત્ર મળ્‍યું, સાથે જ સીએમઓનું સત્તાવાર વોટ્‍સએપ ચેનલ  શરૂ કરવામાંઆવી , જેના દ્વારા મુખ્‍યમંત્રીના કાર્યક્રમો અને વિકાસકાર્યોની માહિતી જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો.

ત્રણ વર્ષ પૂર્ણ થતાં ભુપેન્‍દ્રભાઈ પટેલ સરકારનો કુલ દાવો જોઈએ તો ૧૨-૧૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ આસપાસ સરકાર દ્વારા ત્રણ વર્ષ ની કામગીરી રજૂ કરતી વખતે કુલ ૧૧ મહત્‍વની નવી નીતિ ઓ નો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્‍યો જેમાં, ગુજરાત આત્‍મનિર્ભર નીતિ, ગુજરાત બાયો ટેકનોલોજી નીતિ, નવી આઈટી / આઈટીઈએસ નીતિ, ગુજરાત સ્‍પોર્ટ્‍સ પોલિસી , ડ્રોન પોલિસી , ગુજરાત સેમિકન્‍ડક્‍ટર પોલિસી , રિન્‍યુએબલ એનર્જી પોલિસી, સિનેમેટિક ટુરિઝમ પોલિસી, એસએસઆઈપી ૨.૦, ગુજરાત પ્રોકયોરમેન્‍ટ પોલિસી ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થયો હતો. આમ ભુપેન્‍દ્રભાઈ પટેલ સરકારના ત્રણ વર્ષ પુર્ણ થયા અને ગુજરાતને વિકાસના માર્ગે આગળ ધપાવવાની સફર આગળ વધી....

(2:06 PM IST)