<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

વડોદરાના નવાપુરા વિસ્તારમાં વિવાદ : ગોદડીયાવાસમાં સહમતી વગર મકાન વેચાણના મુદ્દે સ્થાનિકોનો વિરોધ

મારામારીમાં એક યુવક ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો: એક યુવકની ધરપકડ

વડોદરાના નવાપુરા વિસ્તારમાં મકાનના સોદાને લઈ વિવાદ સર્જાયો છે. ગોદડીયાવાસ વિસ્તારમાં મુસ્લિમ પરિવારને મકાન વેચાણના મુદ્દે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. હિન્દુ બહુલ વિસ્તારમાં સમાજની સહમતી વગર મકાનનો સોદો કરાયો હોવાનો આક્ષેપ કરી કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન થયેલી મારામારીમાં એક યુવક ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે એક યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

(9:53 PM IST)