તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
રાજપીપળા કમલમ ખાતે ભાજપ બક્ષીપંચ મોરચાની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ
સરકારની કલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા કાર્યકરોને સક્રિય બનવા આહવાન

(ભરત શાહ દ્વારા ) નર્મદા : ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા રાજપીપળા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ નીલભાઈ રાવ, જિલ્લા ભાજપ પ્રમુખ શબ્દશરણ તડવી, દિનેશભાઈ પટેલ તથા બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રભારી ધવલ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ભાજપના આગેવાનો, બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સમાજોના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્થાન માટે અમલી બનાવવામાં આવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સરકારની યોજનાઓનો લાભ સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચે તે માટે પક્ષના આગેવાનો અને કાર્યકરોએ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સંગઠનને વધુ મજબૂત બનાવવા, મોરચાની કામગીરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારો સુધી વિસ્તૃત કરવા તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવા બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ સંગઠનલક્ષી કામગીરીને વધુ વેગવાન બનાવવા કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
