News of Wednesday, 4th November 2026
રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળી ભેટ: સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA) માં 3 ટકા વધારાને મંજૂરી
રાજ્ય સરકારના વર્ગ 1 થી લઈને વર્ગ 4 ના કર્મચારીઓ તેમજ પેન્શનરોને સીધો આર્થિક લાભ મળશે. મોંઘવારીના સમયમાં કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો થતાં તેમના ખિસ્સા પરનો બોજ હળવો થશે.

રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળીનો તહેવાર વધુ રોશન અને ખુશીઓથી ભરેલો બની રહેશે. તહેવારોની મોસમમાં સરકારી કર્મચારીઓને મોટી આર્થિક રાહત આપતા રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થા (DA) માં 3 ટકા વધારાને મંજૂરી આપી દીધી છે.
દિવાળી પૂર્વે લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્ય સરકારના વર્ગ 1 થી લઈને વર્ગ 4 ના કર્મચારીઓ તેમજ પેન્શનરોને સીધો આર્થિક લાભ મળશે. મોંઘવારીના સમયમાં કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો થતાં તેમના ખિસ્સા પરનો બોજ હળવો થશે. સરકારના આ નિર્ણયથી સરકારી કર્મચારી મંડળો અને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, 3 ટકા મોંઘવારી ભથ્થામાં વધારાની આ દરખાસ્તને મંજૂરી મળી ગઈ છે અને આ અંગેની સત્તાવાર જાહેરાત તથા વિધિવત નોટિફિકેશન રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. તહેવારોના સમયે જ આ નિર્ણય લેવાતા સરકારી કર્મચારીઓને મોટો આર્થિક ટેકો મળશે.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
