<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

દિવાળીમાં વતન જવા મુસાફરોનો ભારે ધસારો: ગુજરાત એસ.ટી.એ ૨,૪૦૦ વધારાની બસો દોડાવી, આઠ હજારથી વધુ ફેરા; અમદાવાદમાંથી ૧,૮૦૦ ટ્રિપ

સુરતથી રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર તરફ જતા રત્નકલાકારો તથા અન્ય મુસાફરોને ખાસ સુવિધા આપવામાં આવી: અમદાવાદથી ભુજ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ ઉપરાંત દાહોદ, ગોધરા અને સંતરામપુર તરફ વધારાની બસો દોડાવવામાં આવી 

 

અમદાવાદ: દિવાળીના તહેવારોમાં વતન જવા નીકળેલા લાખો મુસાફરોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિશેષ બસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નિગમે રાજ્યભરમાં આશરે ૨,૪૦૦ વધારાની બસો દ્વારા ૮,૦૦૦થી વધુ વધારાના ફેરા સંચાલિત કર્યા હોવાના અહેવાલ છે. અમદાવાદ વિભાગમાં ૨થી ૮ નવેમ્બર દરમિયાન ૧,૮૦૦ વધારાના ફેરાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

સુરતમાંથી સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર તરફ જતા રત્નકલાકારો તથા અન્ય મુસાફરોને ખાસ સુવિધા આપવામાં આવી છે. અમદાવાદથી ભુજ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ ઉપરાંત દાહોદ, ગોધરા અને સંતરામપુર તરફ વધારાની બસો દોડાવવામાં આવી છે. નિગમે કેટલાક રૂટ ઉપર ઓનલાઇન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. મુસાફરોની માંગ વધે તેવા રૂટ ઉપર તાત્કાલિક વધારાની બસો મૂકવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. 

(4:35 PM IST)