તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
વડોદરા પાસે મહીસાગરમાં ડોક્ટરે ચાલુ ટ્રેનમાથી મોતની છલાંગ મારી ટૂંકાવ્યું જીવન
આણંદના ડો. જૈનિશકુમાર પટેલે ફાજલપુર ઉપરથી ટ્રેન પસાર થતી હતી ત્યારે ડો. જૈનિકકુમારે પડતું મૂક્યું

વડોદરા પાસે મહીસાગરમાં ડોક્ટરે ચાલુ ટ્રેનમાથી મોતની છલાંગ મારી જીવન ટૂંકાવ્યું છે. આણંદના ડો. જૈનિશકુમાર પટેલે ફાજલપુર ઉપરથી ટ્રેન પસાર થતી હતી તે સમયે ડો. જૈનિકકુમારે પડતું મૂક્યું હતું . BAMS ડોક્ટર જૈનિશકુમાર પટેલની પત્ની પણ ડોક્ટર છે. પત્ની ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર છે. ડોક્ટર દંપતીના પાંચ વર્ષના લગ્નજીવનમા 3 માસનો પુત્ર છે. માસુમ બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે.આણંદની કરુનેશ ફ્રેન્ડ્સ કોલોનીના રહેવાસી છે ડોક્ટરે આપઘાત કર્યો કે પછી કોઇ દુર્ઘટના ? રહસ્યમય અકબંધ છે . વડોદરા નંદેસરી પોલીસે મૃતદેહનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
