<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

વિસનગરમાં મસમોટો ભૂવો પડતાં ડૉક્ટર હાઉસ ડાયવર્ઝન રોડ પર એસટી બસ ફસાઈ; ટ્રાફિકજામ સર્જાયો

ભ્રષ્ટાચારના કારણે રોડ બેસી ગયો હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ: મુખ્ય માર્ગ પર બસ અટવાઈ જવાના કારણે વાહનવ્યવહાર ઠપ

મહેસાણાના વિસનગરમાં ડૉક્ટર હાઉસ ડાયવર્ઝન રોડ પર અચાનક એક મસમોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે, જેમાં પસાર થઈ રહેલી એસટી બસ ફસાઈ ગઈ હતી. રોડની નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના કારણે રોડ બેસી ગયો હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુખ્ય માર્ગ પર બસ અટવાઈ જવાના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો અને ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

(7:51 PM IST)