<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

સુરતની સ્મીમેર હોસ્પિટલના તબીબોએ દોઢ મહિનાથી મોત સામે ઝઝૂમી રહેલા 29 વર્ષીય યુવકની સફળ સારવાર કરી નવું જીવન આપ્યું

-- તબીબોની દેખરેખ હેઠળ દર્દીને 13 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી સતત વેન્ટિલેટર પર રાખ્યો ત્યારબાદ ગળામાં ટ્રેકિયોસ્ટોમી કરીને ટ્યૂબ મૂકવામાં આવતા દર્દીને શ્વાસ લેવામાં સરળતા થઈ

 

સુરતની સ્મીમેર હોસ્પિટલના તબીબોએ દોઢ મહિનાથી મોત સામે ઝઝૂમી રહેલા 29 વર્ષીય યુવકની સફળ સારવાર કરીને તેને નવું જીવન આપ્યું છે. દર્દીની સ્થિતિ ગંભીર બનતા તેનું બ્લડ પ્રેશર શૂન્ય થઈ ગયું હતું અને તે બેભાન અવસ્થામાં શ્વાસ પણ લઈ શકતો ન હતો. તબીબોની દેખરેખ હેઠળ દર્દીને 13 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી સતત વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ગળામાં ટ્રેકિયોસ્ટોમી કરીને ટ્યૂબ મૂકવામાં આવતા દર્દીને શ્વાસ લેવામાં સરળતા થઈ હતી. સારવાર બાદ હવે યુવક વેન્ટિલેટર વિના સ્વતંત્ર રીતે શ્વાસ લઈ રહ્યો છે. યુવકની તબિયતમાં સુધારો થતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તબીબો સહિત હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો આભાર માન્યો હતો.

(4:45 PM IST)