<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

બહુચરાજી માતાજીના મંદિરમાં દાનનો આંકડો ૨ કરોડને પાર

 

અમદાવાદઃ મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ બહુચરાજી માતાજીના મંદિરમાં દાનની રકમની ગણતરી દરમિયાન અત્‍યાર સુધીમાં કુલ દાનનો આંકડો બે કરોડને પાર પહોંચ્‍યો છે. ગણતરીના સાતમા દિવસે ગોલખમાંથી વધુ રૂ.૨૩.૯૫ લાખની રોકડ રકમ મળી છે. આ સાથે અત્‍યાર સુધીમાં દાનની કુલ રકમ રૂ.૨ કરોડ ૭ લાખ થઈ છે. હજુ આગામી ત્રણ દિવસ સુધી મંદિરમાં દાનની રકમની ગણતરી પ્રક્રિયા ચાલુ રહેશે. CCTV કેમેરાની દેખરેખ અને ચુસ્‍ત સુરક્ષા બંદોબસ્‍ત વચ્‍ચે દાનની ગણતરી કરવામાં આવી રહી છે. નાયબ કલેક્‍ટર, મામલતદાર સહિતના અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ, દાનમાં આવેલી નાની ચલણી નોટો અને પરચૂરણ વેપારીઓને આપવામાં આવશે. માતાજીના ભક્‍તો દ્વારા આપવામાં આવેલા દાનને કારણે મંદિરની દાનપેટીમાંથી મોટી રકમ એકત્રીત થઇ છે

(1:19 PM IST)