તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Tuesday, 17th November 2026
DP અને TPSના નકશા હવે એક જ ઓનલાઈન પોર્ટલ પર દેખાશે
તમારી જમીન કઈ યોજનામાં છે? માત્ર એક ક્લિકમાં ખબર પડશેઃ TP એન્ડ વેલ્યુએશન વિભાગનો નિર્ણય : ૨૬ સત્તામંડળોની વિકાસ યોજના સહિત સેંકડો ટાઉન પ્લાનિગ સ્કીમનું ડિજિટાઈઝેશન કરાશે, જમીન રેકોર્ડ અને પરવાનગી વ્યવસ્થા સાથે પણ જોડાણ થશે : નગર નિયોજનના વેરવિખેર નકશા અને રેકોર્ડ એક છત્ર નીચે આવશે : ડેટા અને AI આધારિત નિર્ણય, સહાય મળશે : નાગરિકો પણ હવે મંજૂર નગર નિયોજનના નકશા જોઈ શકશે, ૧૨ મહિનામાં પોર્ટલ તૈયાર કરવાનો લક્ષ્યાંક : કયાં બનશે રસ્તો, ક્યાં રહેશે રહેણાક? હવે નક્શામાં જોઈ શકાશે, TP સ્કીમની જાહેરાતથી મંજૂરી સુધીની પ્રક્રિયા થશે ડિજિટલ, મહેસૂલ અને સ્થાનિક સંસ્થાઓના ડેટા સાથે પોર્ટલ જોડાશે : બે લાખ હેક્ટરથી વધુ વિસ્તારના નકશા હવે ઓનલાઈન થશે, ૨૬ સત્તામંડળોની વિકાસ યોજનાઓ અને ૪૧૧ ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ નવા પોર્ટલ પર ખસેડાશે, જૂના રેકોર્ડનું પણ ડિજિટાઈઝેશન થશે.

અમદાવાદ તા.૧૭: શહેરમાં કોની જમીન કયા એવાં આવે છે. આસપાસ ક્યો રસ્તો બનવાનો છે, કઈ જમીન રહેણાક કે વાશિયિક ઉપયોગ માટે નિયત છે અથવા કોઈ વિસ્તાર ટાઉન પ્લાનિગ સ્કીમ(TPS) હેઠળ આવે છે કે નહીં, તે જાણવા હવે સરકારી કચેરીઓની હાઈલો ફંફોસવાની જરૂરિયાત ઘટી શકે છે. ગુજરાત સરકાર રાજ્યભરના નગર નિયોજનના નકશા અને રેકોર્ડને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાની તૈયારી કરી રહી છે. ટાઉન પ્લાનિંગ એન્ડ વેલ્યુએશન વિભાગ (TPVD) દ્વારા રાજ્યવ્યાપી વેબ આધારિત ભૌગોલિક માહિતી પ્રણાલિ (Web-GIS) પોર્ટલ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી વિકાસ યોજના (DP) અને ટાઉન પ્લાનિગ સ્કીમના રેકોર્ડ અલગ અલગ સ્વરૂપે ઉપલબ્ધ છે. ક્યાંક જૂની હાર્ડકોપી ફાઈલો છે. ક્યાંક કમ્પ્યુટર આધારિત CAD નકશા છે, તો કયાંક અલગ અલગ GIS સિસ્ટમમાં માહિતી સંગ્રહિત છે. આ વેરવિખેર વ્યવસ્થાને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો નિર્ણય માત્ર ટેક્રોલોજીનો ઉપયોગ નથી, પરંતુ નગર નિયોજનના વહીવટને કાગળ આપરિત પ્રક્રિયામાંથી ડેટા આધારિત વ્યવસ્થા તરફ લઈ જવાનો પ્રયાસ છે. નવા પોર્ટલમાં મંજૂર થયેલી વિકાસ યોજનાઓ અને TPSના નક્શા નાગરિકો જોઈ શકશે. વિસ્તાર, યોજના, તબક્કા અને સત્તામંડળના આધારે શોષખોળ કરી શકાશે. પોર્ટલ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ રાખવાનું આયોજન છે. જોકે, કઈ માહિતી જાહેર જનતા માટે ખુલ્લી મૂકવી તે અંગેના નિયમો વ્ભ્સ્ઝ નક્કી કરશે. આ વ્યવસ્થાથી પોતાની જમીન કઈ યોજના હેઠળ આવે છે. વિસ્તારનું આયોજન શું છે અને નગર નિયોજનના નકશામાં કયા ફેરફારો થયા છે તે જાણવામાં સરળતા થવાની અપેલા છે. જોકે, પોર્ટલ પર નકશો ઉપલબ્ધ થવો એ પોતે જમીનના ઝોનિગ કે માલિકી અંગેનું કાનૂની પ્રમાણપત્ર બની જશે એવું માનવું નહીં. આ પોર્ટલનો ઉપયોગનકશામાં કયા ફેરફારો થયા છે તે જાણવામાં સરળતા થવાની અપેલા છે. જોકે, પોર્ટલ પર નકશો ઉપલબ્ધ થવો એ પોતે જમીનના ઝોનિંગ કે માલિકી અંગેનું કાનૂની પ્રમાણપત્ર બની જશે એવું માનવું નહીં. આ પોર્ટલનો ઉપયોગ માત્ર નકશા જોવા પૂરતો મર્યાદિત નહીં રહે. તેમાં ડેશબોર્ડ, અહેવાલો અને વિવિધ વિસ્તારોની સરખામણી તથા પ્રગતિનું વિશ્લેષણ કરવાની સુવિધા હશે. મુખ્ય કચેરી રાજ્યભરના ડેટા પર નજર રાખી શકશે, જ્યારે સ્થાનિક કચેરીઓ પોતાની હદનો ડેટા સંભાળી શકશે. મહેસૂલ વિભાગની જમીન રેકોર્ડ વ્યવસ્થા, ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની GIS એપ્લિકેશન સાથે પણ પોર્ટલનું જોડાણ કરવાનું આયોજન છે. પરિણામે, એક જ માહિતી વારંવાર દાખલ કરવાની જરૂરિયાત ઘટશે. TPS તૈયાર કરવાની જાહેરાતથી લઈને ડ્રાફટ, નોટિસ, સુનાવણી, મંજૂરી અને કાનૂની કેસના ટ્રેકિંગ સુધીની પ્રક્રિયા માટે અલગ ડિજિટલ મોડયુલ પણ બનાવાશે. આ યોજનામાં કૃત્રિમ બુદ્ધિમત્તા-AI આધારિત સુવિધાઓનો પણ સમાવેશ કરાયો છે. અધિકારીઓ સામાન્ય ભાષામાં પ્રશ્ન પૂછીને માહિતી મેળવી શકશે. પત્ર તૈયાર કરવા, રેકોર્ડમાં ખૂટતી વિગતો શોધવા અને નિયમોની પ્રાથમિક ચકાસણીમાં પણ AI મદદ લેવાનું આયોજન છે. જોકે, આવી સુવિધાઓનો ઉપયોગ
TPVDની મંજૂરી અને નિયંત્રણ હેઠળ રહેશે. ડેટાની સુરક્ષા માટે લાઈવ ડેટાબેઝમાં સીપો ફેરફાર કરવાની છૂટ નહીં હોય. દરેક સુધારો મંજૂરીની પ્રક્રિયા મારફતે જ થશે. ડેટા સરકારની લેખિત મંજૂરી વિના દેશની બહાર મોકલી શકાશે નહીં અને સોર્સ કોડ તથા ડેટાની માલિકી સરકાર પાસે રહેશે. આમ, આ યોજના સફળતાપૂર્વક અમલમાં આવે તો નગર નિયોજનના નકશા માત્ર સરકારી કચેરીઓની ફાઈલોમાં સીમિત નહીં રહે. નાગરિકો માટે માહિતી મેળવવાનું સરળ બનશે અને સરકાર માટે રાજ્યના શહેરી વિકાસનું આયોજન વધુ સુવ્યવસ્થિત તથા માહિતી આધારિત બનાવવાની દિશામાં મહત્ત્વનું પગલું સાબિત થઈ શકે છે.(૩૮.૧૬)
નાગરિકોને શું ફાયદો
* પોતાની જમીન કઇ વિકાસ યોજના કે TPSમાં આવે છે તે જાણી શકાશે.
*મંજૂર નકશા ઓનલાઈન જોઈ શકાશે.
* ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં માહિતી મળશે
* વિસ્તાર અને યોજના પ્રમાણે નકશા શોધી શકાશે.
* સરકારી કચેરીઓમાં રેકોર્ડ શોધવા માટેની દોડધામ ઘટશે.
આંકડામાં પ્રોજેકટ
૨૬ સત્તામંડળોઃ વિકાસ યોજનાઓ ડિજિટલ
૨,૦૧,૪૮૦ હેક્ટર વિકાસ યોજનાઓનો
અંદાજિત કુલ વિસ્તાર.
૨૬૨૩ હેક્ટરઃ PSના નવા ડેટાસેટનું ડિજિટાઇઝેશન.
૪૧૧ તપસ્વી હાલના Web-GISમાંથી નવા પોર્ટલમાં સ્થળાંતર
૨૦ ૧૦૭ તપસ્વી જૂના રેકોર્ડ સહિત અપગ્રેડેશન.
૧૨ મહિનાઃ પોર્ટલના અમલી કરણનો લક્ષ્યાંક.
૩ વર્ષઃ ત્યારબાદ સંચાલન અને જાળવણી.
કાર્યરત થઈ જશે
આ પ્રોજેક્ટ હેઠળ ૫ સત્તામંડળોની આશરે ૨,૦૧,૪૮૦ હેક્ટર વિસ્તારની વિકાસ યોજનાઓને ડિજિટલ સ્વરૂપે આવરી લેવાની છે. આ ઉપરાંત ૨,૧૨૩ હેક્ટરના TPS ડેટા નવેસરથી ઓનબોર્ડ થશે અને હાલના Web-GIS ૪૧૧ TPS પ્લેટફોર્મ પર ખસેડાશે. તેમાંથી આશરે ૧૦૭ TPSનું અપગ્રેડેશન કરવાનું છે. પ્રથમ ત્રણ મહિનામાં પ્રાથમિક પોર્ટલ, નવ મહિનામાં સંપૂર્ણ કાર્યરત પોર્ટલ અને ત્યાર પછી ત્રણ મહિનાના પરીક્ષણ બાદ ૧૨ મહિનામાં અમલીકરણ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે ત્યારબાદ ત્રણ વર્ષ સુધી સંચાલન અને જાળવણીની જવાબદારી પણ રહેશે.
ત્રણ તબક્કામાં પોર્ટલ તૈયાર થશે
પ્રથમ ૩ મહિનાઃ પ્રાથમિક પોર્ટલ, સત્તામંડળોની હદો અને ૧૯૮ટ્રેકિંગ
૯ મહિનાઃ સંપૂર્ણ કાર્યરત ષ્ફૂણુ-GB પોર્ટલ.
૧૨ મહિના ત્રણ મહિનાના પરીક્ષણ અને સુધારા બાદ સફળ અમલીકરણનું પ્રમાણપત્ર. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી પોર્ટલનું સંચાલન અને જાળવણી
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
