તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
નવસારી કૃષિ યુનિવર્સિટીના વડા તરીકે ઉત્કૃષ્ટ શૈક્ષણિક અનુભવ ધરાવતા ડૉ. રાજેન્દ્રકુમાર નાયકની નિમણૂક
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની નવસારી અને વલસાડ જિલ્લાની મુલાકાત વેળાએ યુનિવર્સિટીને મળ્યા નવા કુલપતિ : ૭૪ સંશોધન પત્રો અને ૧૬ પુસ્તકોના લેખક રહી ચૂક્યા છે ડૉ. નાયક

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: દક્ષિણ ગુજરાતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા નવસારી કૃષિ યુનિવર્સિટીના સર્વોચ્ચ પદનો કાર્યભાળ હવે ડૉ. રાજેન્દ્રકુમાર મગનલાલ નાયક સંભાળશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની નવસારી અને વલસાડ જિલ્લાની દૌરા દરમિયાન યુનિવર્સિટીને નવા કુલપતિ મળ્યા છે. ૨૪ ઓગસ્ટ ૧૯૬૩ના રોજ જન્મેલા ૬૨ વર્ષીય ડૉ. રાજેન્દ્રકુમાર નાયક બહોળો શૈક્ષણિક અને વહિવટી અનુભવ ધરાવે છે.
તેમણે ૧૯૮૫માં B.Sc. અને ૧૯૮૭માં M.Sc. ની પદવી ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાંથી મેળવી હતી, જ્યારે ૨૦૦૬માં નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી Ph.D. પૂર્ણ કર્યું હતું. તેમણે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ૧૪ વર્ષ સુધી પ્રોફેસર તરીકે અને ૪ વર્ષ સુધી ડીન તથા ડાયરેક્ટર ઓફ સ્ટુડન્ટ્સ વેલ્ફેર જેવા મહત્ત્વના વહિવટી હોદ્દાઓ પર ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે.
સંશોધન ક્ષેત્રે તેમનું પ્રદાન અપ્રતિમ રહ્યું છે. તેમણે મેજર એડવાઈઝર તરીકે ૧૧ M.Sc. અને ૨ Ph.D. ના વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું છે. આ ઉપરાંત તેમણે ૭૪ સંશોધન પત્રો, ૧૬ પુસ્તકો કે પુસ્તકના પ્રકરણો અને ૧૧ ફોલ્ડર્સ પ્રકાશિત કર્યા છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
