<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમદાવાદના વસ્ત્રાલ સ્થિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે ‘MODI@25’ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરતા જગદીશભાઈ વિશ્વકર્મા

વડનગરથી શરૂ થયેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અવિરત સેવા યાત્રા આજે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કરોડો દેશવાસીઓ માટે પ્રેરણા, વિશ્વાસ અને નવી ઊર્જાનો સ્ત્રોત બની છે: જગદીશભાઈ વિશ્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમદાવાદના વસ્ત્રાલ સ્થિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ‘MODI@25’ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષએ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા, સુશાસન અને રાષ્ટ્રસમર્પણની પ્રેરણાદાયી યાત્રાને પ્રદર્શનીના માધ્યમથી નિહાળી હતી.
આ પ્રસંગે તેમણે કહ્યું કે, વડનગરથી શરૂ થયેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અવિરત સેવા યાત્રા આજે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કરોડો દેશવાસીઓ માટે પ્રેરણા, વિશ્વાસ અને નવી ઊર્જાનો સ્ત્રોત બની છે. ‘MODI@25’ પ્રદર્શની માત્ર એક પ્રદર્શની નથી, પરંતુ સેવા, સંકલ્પ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની નરેન્દ્રભાઇ મોદીની ૨૫ વર્ષની ગૌરવશાળી યાત્રાનું જીવંત દર્શન છે.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, શહેર ભાજપ પ્રમુખ પ્રેરકભાઈ શાહ, સેવા સંકલ્પ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્યઓ સહિત ભાજપા આગેવાનો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં

(7:09 PM IST)