<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ચાઈનીઝ ફટાકડાના મામલે DRIની મોટી કાર્યવાહી :₹3 કરોડની કિંમતનો પ્રતિબંધિત ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો: મુંબઈના એજન્ટની ધરપકડ

વોલ પેપર અને બોટલના નામે મંગાવવામાં આવેલા પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાનો જથ્થો ઝડપાયો: રાજકોટ,ધોરાજી અને જામનગરના વેપારીઓના નામ પણ તપાસમાં ખુલ્યા

અમદાવાદ :ચાઈનીઝ ફટાકડાના ગેરકાયદે આયાત મામલે DRIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈના ન્હાવાશેવા પોર્ટ પર દરોડા પાડી તપાસ દરમિયાન વોલ પેપર અને બોટલના નામે મંગાવવામાં આવેલા પ્રતિબંધિત ચાઈનીઝ ફટાકડાનો જથ્થો ઝડપાયો છે. DRIએ અંદાજે ₹3 કરોડની કિંમતનો પ્રતિબંધિત ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે મુંબઈમાં એક એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સૌરાષ્ટ્રના વેપારીઓ દ્વારા આ પ્રતિબંધિત ફટાકડા મંગાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. રાજકોટ, ધોરાજી અને જામનગરના વેપારીઓના નામ પણ તપાસમાં ખુલ્યા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે DRI દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:28 AM IST)