News of Sunday, 12th July 2026
દેડિયાપાડાની માચચોકડી પાસે પૂરપાટ આવતી બાઇક સ્લીપ થતાં ચાલકનું ઘટના સ્થળે જ મોત
ડ્રાઈવીંગ લાઈસન્સ વગર પુરઝડપે હંકાતા કણબીપીઠાથી માચ ચોકડી વચ્ચે આવેલ વળાંકમાં નાળા પાસે સ્લીપ થયું

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લના દેડિયાપાડા તાલુકાની માચચોકડી પાસે પૂરપાટ બાઇક હંકારતા બાઇક સ્લીપ થતાં ચાલકનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર રમેશભાઈ ફતુભાઈ વસાવા (ઉ.વ.આ.૬૫ )ધંધો.ખેતીમજુરી (રહે.ઉમરાણ ટેકરા ફળીયુ તા.સાગબારા જી.નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ મહેન્દ્રભાઈ રમેશભાઈ વસાવા (ઉ.વ.૩૯)( રહે.ઉમરાણ ટેકરા ફળીયુ તા.સાગબારા જી-નર્મદા )નાઓએ તેના કબજામાંની હિરો કંપનીની એચ.એફ ડિલક્ષ મો.સા. ડ્રાઈવીંગ લાઈસન્સ વગર પુરઝડપે હંકારી લાવી કણબીપીઠાથી માચ ચોકડી વચ્ચે આવેલ વળાંકમાં નાળા પાસે રોડ ઉપર મો.સા.ના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી મો.સા.ને સ્લીપ ખવડાવી પોતાના શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
