<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ઝઘડિયાના વાઘપુરા સિલિકા પ્લાન્ટમાં ટ્રક રિવર્સ લેતી વખતે ડ્રાઈવરે ત્રણ વર્ષની માસુમ બાળકીને કચડી નાખી

રમત-ગમત કરી રહેલા બાળકો પર કાળ બનીને આવેલી ટ્રકે એક હસતા-ખેલતા પરિવારની ખુશીઓ પળવારમાં છીનવી લીધી.

ભરૂચના ઝઘડિયામાં આવેલ સિલિકા પ્લાન્ટમાં બનેલી એક ઘટનાએ માનવતાને હચમચાવી દીધી છે. રમત-ગમત કરી રહેલા બાળકો પર કાળ બનીને આવેલી ટ્રકે એક હસતા-ખેલતા પરિવારની ખુશીઓ પળવારમાં છીનવી લીધી. રિવર્સ લેતી વખતે ડ્રાઈવરની એક નાની ભૂલે માસૂમનું જીવન દીપક બુઝાવી દીધો છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના  સરકારી વાઘપુરા સિલિકા પ્લાન્ટમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. એક બેદરકાર ટ્રક ચાલકે રિવર્સ લેતી વખતે ત્યાં રમી રહેલા બાળકો પર કાળમુખું ટાયર ફેરવી દીધું હતું. આ દુર્ઘટનામાં 3 વર્ષની માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

ઝઘડિયાના વાઘપુરા સિલિકા પ્લાન્ટમાં ટ્રકોની અવરજવર ચાલુ હતી. તે સમયે ત્યાં રમી રહેલા બાળકો પર એક ટ્રક ચાલકે પાછળ જોયા વગર જ વાહન રિવર્સ લીધું હતું. આ અકસ્માતમાં 3 વર્ષની દિવ્યા પરમારનું ટ્રકના ટાયર નીચે માથું કચડાઈ જવાથી સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા. માસૂમ બાળકીના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

(11:59 PM IST)