<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

અમદાવાદ-સુરતના વાહનચાલકો વડોદરા શહેરમાં પ્રવેશ કર્યા વગર સીધા જઈ શકશે :28 કિમીનો રીંગ રોડ એક મહિનામાં શરૂ થશે

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક યોજાઈ

વડોદરા મહાનગરપાલિકા અને વુડા દ્વારા બનાવાયેલ રીંગ રોડ એક મહિનામાં ખુલ્લો મુકાશે. 28 કિમીના રીંગ રોડની મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સુરતથી અમદાવાદ વચ્ચે પસાર થતા વાહનચાલકો શહેરમાં પ્રવેશ કર્યા વગર સીધા જઈ શકશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રિવ્યૂ બેઠક બાદ આ માહિતી અપાઈ છે.

 

વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને પ્રાથમિક સુવિધાઓની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરના માળખાકીય વિકાસ, સ્વચ્છતા તેમજ જળ વ્યવસ્થાપન જેવા પાયાના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરે ખાસ કરીને સમગ્ર શહેરમાં સ્વચ્છતા જાળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો અને સફાઈ કામગીરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવવા અધિકારીઓને કડક સૂચના આપી હતી.

(6:13 PM IST)