<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

ડ્રગ્સની લત અને ગર્લફ્રેન્ડ પાછળ દેવું થતાં શરૂ કરી ડ્રગ્સ ફેક્ટરી:અમદાવાદના સરખેજમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીના મામલે NCBની પૂછપરછમાં મોટા ખુલાસા

ડ્રગ્સ અને યુવતીઓ પાછળ નાણાં ખર્ચતા તે દેવાદાર બની ગયો : દેવામાંથી બહાર આવવા આરોપીએ 2024થી ડ્રગ્સ ફેક્ટરી શરૂ કરી

અમદાવાદના સરખેજમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીના મામલે NCBની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. આરોપી મુદ્દસર 2007-08માં કાફે શરૂ કર્યા હતા. કાફેમાં આવતા ગ્રાહકના સંપર્કમાં આવ્યા બાદ તે MD ડ્રગ્સની લતે ચડ્યો હતો. બીજી તરફ, બિટકોઈનના વ્યવસાયમાં તેણે સારી કમાણી પણ કરી હતી. જોકે, ડ્રગ્સ અને યુવતીઓ પાછળ નાણાં ખર્ચતા તે દેવાદાર બની ગયો હતો. દેવામાંથી બહાર આવવા આરોપીએ 2024થી ડ્રગ્સ ફેક્ટરી શરૂ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. NCBએ એક દિવસના રિમાન્ડ મેળવી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સંકળાયેલા અન્ય પેડલરોની તપાસ તેજ કરી છે.

(9:45 PM IST)