તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
આણંદમાં ભારે વરસાદની આગાહીને લઈ ઢોલ વગાડી કર્યા સાવચેત
સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે અપીલ

આણંદ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તંત્ર દ્વારા આગોતરા સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને તારાપુર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત પૂર કે જળબંબાકારની સ્થિતિ સામે ગ્રામજનોને સાવચેત કરવા માટે ગામોમાં ઢોલ વગાડીને મુનાદી કરાવવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
