<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે નદીઓ અને જળાશયોમાં ઘોડાપૂરની સ્થિતિ

મેઘ તાંડવ વચ્ચે પ્રસિદ્ધ ગીરા ધોધ ફરીથી જીવંત બનતા તેમાં મબલક પાણીની આવક: મનમોહક દૃશ્યો સર્જાયા: પ્રવાસીઓમાં ખુશીનો માહોલ

ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે નદીઓ અને જળાશયોમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. મેઘ તાંડવ વચ્ચે પ્રસિદ્ધ ગીરા ધોધ ફરીથી જીવંત બનતા તેમાં મબલક પાણીની આવક થઈ છે, જેના કારણે મનમોહક દૃશ્યો સર્જાયા છે અને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પ્રવાસીઓને ધોધની નજીક જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વરસાદી વાતાવરણનો આનંદ માણવા આવેલા પ્રવાસીઓએ ગરબાની રમઝટ બોલાવી અનોખી ઉજવણી કરી હતી.

  બીજી તરફ ભારે વરસાદને કારણે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. કેટલાક માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા, નદી-નાળા અને ધોધની નજીક ન જવા તેમજ જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે.

(7:08 PM IST)