<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

નવસારીમાં સતત ધોધમાર વરસાદને કારણે શાંતાદેવી રોડ વિસ્તારમાં પૂરના પાણી અનેક સ્થળોએ પહેલા માળ સુધી પહોંચી જતાં લોકોમાં ભયનો માહોલ

ભારે વરસાદના કારણે અનેક દુકાનો, કારખાનાં અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં લાખો રૂપિયાનું નુકસાન થયું: શાંતાદેવી વિસ્તારના માર્ગો ટાપુમાં ફેરવાઈ જતાં લોકોની અવરજવર પ્રભાવિત :2 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા

નવસારીમાં સતત ધોધમાર વરસાદને કારણે શાંતાદેવી રોડ વિસ્તારમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી અનેક સ્થળોએ પહેલા માળ સુધી પહોંચી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભારે વરસાદના કારણે અનેક દુકાનો, કારખાનાં અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતાં માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે વેપારીઓમાં ચિંતા વધી છે. શાંતાદેવી વિસ્તારના માર્ગો ટાપુમાં ફેરવાઈ જતાં લોકોની અવરજવર સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે. આ સ્થિતિના કારણે 2 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે, જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

(12:04 PM IST)