તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિના લીધે જિલ્લાના 7 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: માતર, મહુધા, ખેડા અને વસો તાલુકાના અનેક ગામો સંપર્કવિહોણા
માતર તાલુકામાં સૌથી વધુ 4 રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે બંધ કરાયા

ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિના લીધે જિલ્લાના 7 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. માતર, મહુધા, ખેડા અને વસો તાલુકાના અનેક ગામો સંપર્કવિહોણા થયા છે. માતર તાલુકામાં સૌથી વધુ 4 રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે બંધ કરાયા છે. માછીયેલ-ત્રાંણજા-નગરા માલાવાડા રોડ, અસામાલી-કાનવાડા રોડ, સાયાલા-મઘરોલ-ભલાડા રોડ અને વસ્તાણા-હાડેવા-વાલોત્રી રોડનો સમાવેશ થાય છે. મહુધા તાલુકામાં હેરંજ-વડવાળા મુવાડી એપ્રોચ રોડ પર સ્ટ્રક્ચર ડેમેજ થવાના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ખેડા તાલુકામાં વાવડી-ડામરી-ગોવિંદપુરા-શેત્રા-નાયકા રોડ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ કરી દેવાયો. વસો તાલુકાના પીજ-મિત્રાલ રોડ પર ગાબડું પડી જવાના કારણે માર્ગ બંધ કરાયો છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
