<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

વડોદરાના સાવલીના મેવલી ગામ નજીક પાણી પુરવઠા વિભાગની લાઈનમાં લીકેજ થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ

તાલુકાના અનેક ગામો પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે પાણીના બગાડ થતા પાણી પુરવઠા વિભાગની કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે સવાલો અને આક્રોશ ઉઠ્યા

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેવલી ગામ પાસેથી પસાર થતી પાણી પુરવઠા વિભાગની પાણીની લાઈનમાં ગંભીર લીકેજ સર્જાતા હજારો લીટર શુદ્ધ પાણી પડતર જગ્યામાં વહી રહ્યું છે. એક તરફ તાલુકાના અનેક ગામો પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાણીનો આ પ્રકારે બેફામ બગાડ થવાથી પાણી પુરવઠા વિભાગની કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે સવાલો અને આક્રોશ ઉઠ્યા છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને વહેલી તકે લીકેજ બંધ કરવામાં આવે અને પાણીનો બગાડ અટકાવવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.

(12:07 AM IST)