તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
માનસિક તણાવના કારણે ફિનાઇલ પીને તાપી નદીમા આત્મહત્યા કરવા ઘરેથી નીકળેલ મહિલાને સુરત શહેર ડિંડોલી પોલીસ ટીમે બચાવી લીધી
આત્મહત્યા કરવા બેઠેલી મહિલાને પકડી સહી સલામત તાપી નદીના કિનારાથી બહાર લાવી મહિલા અસ્વસ્થ જણાતા પોતે ફિનાઇલ પી લીધેલાનુ જણાવેલ

સુરત :પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તથા સંયુકત પોલીસ કમિશ્નર સેક્ટર-2 મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૬ રાજેશ પરમાર તથા મદદનીશ પોલીસ કમિશનર "આઇ” ડીવિઝન એન.પી.ગોહિલ સુરત શહેરનાઓએ સુરત શહેરના તમામ નાગરીકોની સુરક્ષા અને આપત્તીના સમયે ત્વરીત મદદ માટે સુચના અને માર્ગદર્શન આપેલ તે અંતર્ગત તા.૦૫/૦૫/૨૦૨૬ના કલાક-૧૨/૫૬ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલર પોતે સુસાઇડ કરવા માટે જાય છે. તે કોલ આધારે ડિંડોલી PCR-૧૭ તુરંત લોકેશન વાળી જગ્યાએ જતા લોકેશન વાળી જગ્યાએ કોલર ન મળતા PCR-૧૭ના ઇન્ચાર્જે ઉપરી અધિકારીને જાણ કરતા, જે અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ.વાઘેલા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.ખાંટનાઓએ સમય સુચકતા અને સતર્કતા દાખવી સર્વેલન્સના માણસોને સદર બનાવ બાબતે ઝડપી કાર્યવાહી કરવા સુચના આપી.
ટેકનીકલ સર્વેલન્સના આધારે અ.પો.કો. ભુપેન્દ્રસિંહ જશવંતસિંહ બ.નં.૧૦૧૩ નાઓને આત્મહત્યા કરવા જતી મહિલા સાથે ટેલીફોન મારફતે વિડિયોકોલ ઉપર વાતમાં ઉલજાવી રાખતા મહિલા ઉમરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમા આવેલ અંબાજી મંદિર પાસે, હોટેલ મેરીયટ નજીક તાપી નદીના કિનારે હોવાનુ જણાઇ આવતા નજીકમાંથી તરતા આવડતુ હોય તેવા પબ્લીકના બે માણસો (૧) રવિકુમાર મહેશભાઇ પટેલ (રહે ગણેશ સોસાયટી, નાની બજાર, ડુમ્મસ, સુરત )તથા (૨) રાહુલ બાંસોડે (રહે અંબીકા નિકેતન પાર્લે પોઇન્ટ, ઉમરા સુરત )નાઓને બોલાવી સાથે રાખી તાપી કિનારે આત્મહત્યા કરવા બેઠેલી મહિલાને પકડી સહી સલામત તાપી નદીના કિનારાથી બહાર લાવી મહિલા અસ્વસ્થ જણાતા પોતે ફિનાઇલ પી લીધેલાનુ જણાવેલ હોય, જેથી ઇમરજન્સી ૧૦૮ એબ્યુલન્સને તથા મહિલાના વાલી વારસને બનાવ બાબતે ફોન પર જાણ કરી મહિલાને તાત્કાલીક સારવાર માટેનવી સિવીલ હોસ્પિટલ ખાતે પોલીસ માણસો સાથે મોકલી આપી. આત્મહત્યા કરવાના ઇરાદે ઘરેથી નીકળેલ ફિનાઇલ પીધેલી મહિલાનો જીવ બચાવી લઇ પ્રશંસનીય કામગીરી કરતી સુરત શહેર ડિંડોલી પોલીસની ટીમ.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/ કર્મચારી:
(1) ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ.વાઘેલા
(2) સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.ખાંટ
(3) અ.પો.કો. ભુપેન્દ્રસિંહ જશવંતસિંહ
(4) અ.હે.કો. અશ્વિનભાઇ પ્રેમસિંગભાઇ
(5) અ.હે.કો. રાહુલભાઇ સંજયભાઇ
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
