<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

નર્મદા સમાજ કલ્યાણ વિભાગની બેદરકારીના કારણે વિકલાંગોને સહાયમાં ટ્રાય સાઇકલ મળવા છતાં મુશ્કેલી

વિકલાંગોને હવા વગરની સાયકલો પધરાવી દેતા, લાભરથીઓ વિમાસણમા પડ્યા સાયકલ લઈ કેવી રીતે જવી?

(ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિકલાંગ લાભાર્થીઓને બેટરી સંચાલિત ત્રાઈ સિકલ આપવામાં આવી પરંતું એ સાયકલના ટાયરોમા હવા જ નોહતી, હવા વગરની સાયકલો લઈ સમાજ કલ્યાણ હસ્તક ની શાળામાંથી નીકળેલા વિકલાંગ લાભાર્થીઓ રોડ ઉપર સાયકલને ધક્કા મારતા નજરે પડ્યા ત્યારે અમે તેમને પૂછ્યું તો સમગ્ર બાબત જાણવા મળી કે સાયકલો તો મળી પણ હવે હવા વગર ફેરવીશું તો ટ્યુબ ચવાઈ જશે એની ચિંતા હતી
  રાજપીપળા મહાવિદ્યાલય રોડ ઉપર આવેલી મુક બધીર શાળા માંથી 12 જેટલા વિકલાંગ લાભાર્થીઓને બેટરીથી ચાલતી ત્રણ પૈડાં વાળી સાયકલો અપાઈ હતી પરંતુ હવા વગરની આ સાયકલો લઈ કેવી રીતે જવી એ સૌથી મોટો પ્રશ્ન હતો કારણ કે આ સાયકલ રિક્ષામાં આવે એમ નોહતી, અને આસપાસમાં કોઈ સાયકલના ટાયરમાં હવા ભરી આપે એવી કોઈ દુકાન નહોતી,
ત્યારે આ સાયકલો લઈ ગામડે કેવી રીતે પોહ્નચીશું એની વિમાસણમાં હતા ત્યાં અમને આ દ્રશ્ય દેખાઈ ગયું અને જ્યારે પૂછ્યું ત્યારે સમગ્ર બાબત સામે આવી હતી.
આ મામલે સમાજ કલ્યાણ વિભાગના એક અધિકારી સાથે ટેલીફોનિક વાતચીત કરી ત્યારે તેમના તરફથી કહેવામાં આવ્યું કે આ સાયકલો લાંબા સમયથી પડી રહી હતી માટે એની હવા નીકળી ગઈ છે, અમારી પાસે હવા ભરવા માટે પંપ નથી, તો શું સરકારી સહાય આપતા અધિકારીઓ વિકલાંગ વ્યક્તિઓ ને આ રીતે સહાય આપી તેમની મશ્કરી કરે છે.? અને મામૂલી કિંમત માં મળતો હવા ભરવાનો પંપ પણ તેમની પાસે નથી તો વિકલાંગ લાભાર્થીઓ કઈ રીતે સાઇકલો લઈ જશે..? જોકે ગ્રામ્ય વિસ્તાર ના વિકલાંગ લાભાર્થીઓ ગમે તેમ કરીને સાઇકલો લઈ ગયા પરંતુ સરકારી સહાય ના નામે થયેલી તેમની મજાક અને પડેલી તકલીફ માટે જવાબદારો સામે પગલા લેવા જરૂરી જણાય છે

(1:09 PM IST)