<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

અમદાવાદમાં સાબરમતી નદીનું જળસ્તર વધવાને કારણે પાણીના નિકાલમાં પણ અડચણ

નદીનું જળસ્તર નિયંત્રિત રાખવાના નિયમ વચ્ચે હાલ લેવલ 126 ફૂટ રખાયું :આ લેવલ કોની સૂચનાથી વધારાયું તેને લઈને સવાલો ઉઠ્યા

અમદાવાદમાં સાબરમતી નદીનું જળસ્તર વધવાને કારણે પાણીના નિકાલમાં પણ અડચણ આવી હોવાનું સામે આવ્યું છે. ચોમાસા દરમિયાન નદીનું જળસ્તર નિયંત્રિત રાખવાના નિયમ વચ્ચે હાલ લેવલ 126 ફૂટ રાખવામાં આવ્યું છે. આ લેવલ કોની સૂચનાથી વધારાયું તેને લઈને સવાલો ઉઠ્યા છે. પાણી ભરાવા મુદ્દે ડેપ્યુટી કમિશનર પણ સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા. બીજી તરફ, કોંગ્રેસના મનીષ દોશીએ વાસણા બેરેજના લેવલને લઈને મનપા અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ભારે વરસાદની આગાહી છતાં લેવલ 136.50 ફૂટ કરાયાનો દાવો કર્યો છે. નર્મદા કેનાલનું પાણી સાબરમતીમાં છોડાયું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

(7:36 PM IST)