<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

સુરતના ભાઠેનામાં ડમ્પરનો જીવલેણ કહેર: ચીમની ટેકરા પાસે ડમ્પરે અડફેટે લેતા મોપેડ સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત

અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર:ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરતમાં વધુ એક ડમ્પરના ચાલકે અકસ્માત સર્જયો છે જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે. કાળમુખા ડમ્પરે મોપેડ સવાર મહિલાને કચડી નાખતા લોકોના ટોળા ઉમટયા હતા. ભાઠેના ચીમની ટેકરા પાસે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. અકસ્માત સર્જી બેફામ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થયો છે અને ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

 

ઉધના વિસ્તારના ભાઠેનામાં આ ઘટના બની છે, અકસ્માત સર્જયા બાદ ડમ્પરનો ચાલક સ્થળ પર ડમ્પર મૂકીનો ફરાર થયો હતો અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે, ફરાર ડમ્પર ચાલકને શોધવા પોલીસે સીસીટીવીની પણ મદદ લીધી છે. ત્યારે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, સુરતમાં પણ અનેક ઘટનાઓ એવી બની છે જેમાં બેફામ દોડતા ડમ્પરના કારણે અનેક લોકોના મોત થયા છે.

(11:11 AM IST)