<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

રાતે 8 થી 10 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 38 તાલુકામાં વરસાદ નોંધાયો

સૌથી વધુ 56 મિ.મી સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ખાબક્યો નવસારીના ખેરગામમાં 40 મિ.મી (1.5 ઈંચ), સુરતના ઉમરપાડામાં 34 મિ.મી (1.3 ઈંચ), જૂનાગઢના માંગરોળમાં 33 મિ.મી (1.3 ઈંચ) વરસાદ

નૈઋત્યના ચોમાસાએ જમાવટ કરતાં દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, 

 રાતે 8 થી 10 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 38 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ 56 મિ.મી (2.20 ઈંચ) વરસાદ સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય નવસારીના ખેરગામમાં 40 મિ.મી (1.5 ઈંચ), સુરતના ઉમરપાડામાં 34 મિ.મી (1.3 ઈંચ), જૂનાગઢના માંગરોળમાં 33 મિ.મી (1.3 ઈંચ) તેમજ સુરતના બારડોલીમાં 29 મિ.મી (1.1 ઈંચ) વરસાદ વરસ્યો છે.

આજે સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ 181 મિ.મી (7.13 ઈંચ), ઉમરગામમાં 146 મિ.મી (5.7 ઈંચ), સુરતના ઉમરપાડામાં 120 મિ.મી (4.72 ઈંચ), જૂનાગઢના માળિયા હાટીનામાં 111 મિ.મી (4.3 ઈંચ), ભેસાણમાં 107 મિ.મી (4.2 ઈંચ), વલસાડના પારડીમાં 106 મિ.મી (4.1 ઈંચ) તેમજ જૂનાગઢના માંગરોળમાં 104 મિ.મી (4 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આજે રાજ્યના 45 તાલુકામાં 1 ઈંચથી વધુ, 19 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 10 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

(1:13 AM IST)