તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 28th November 2026
સાંથલથી પ્રથમવાર નીકળેલો દ્વારકા પગપાળા સંઘ પાટડી પહોંચ્યો: ગમન સાંથલ સહિત યાત્રિકોનું ઢોલ-નગારા સાથે સ્વાગત
માલધારી અને રબારી સમાજના અગ્રણીઓ દ્વારા ફૂલહારથી સન્માન; 450 કિમીનું અંતર કાપી 16-17 ડિસેમ્બરે દ્વારકા પહોંચશે સંઘ

પાટડી : મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સાંથલ ગામેથી પ્રથમવાર નીકળેલો દ્વારકા પગપાળા સંઘ આજે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે પહોંચ્યો છે, જ્યાં લોકગાયક ગમન સાંથલ સહિતના યાત્રિકોનું માલધારી અને રબારી સમાજના આગેવાનો દ્વારા ઢોલ-નગારા તથા ફૂલહાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 26 નવેમ્બરે ધાર્મિક વિધિ બાદ રવાના થયેલો આ સંઘ 450 કિલોમીટરનું પગપાળા અંતર કાપીને 20 દિવસ બાદ દ્વારકા પહોંચશે.
ગત 26 નવેમ્બર, ગુરુવારે પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિ બાદ ગમન સાંથલ સહિતના સેવકોનો પગપાળા સંઘ સાંથલથી દ્વારકા જવા માટે પ્રસ્થાન થયો હતો.
બીજા દિવસે આ પગપાળા સંઘ માંડલ તાલુકાના નાના ઉભડા ગામે પહોંચ્યો હતો, જ્યાં યાત્રિકોએ માતાજીના મઢમાં દર્શન કર્યા હતા, ગામના આગેવાનો દ્વારા ગમન સાંથલનું સન્માન કરાયું હતું અને બપોરે 3 વાગ્યે સંઘ ફરી આગળ વધ્યો હતો.
આજે પાટડી પહોંચેલા સંઘનું પાટડી તથા આસપાસના ગામોમાંથી આવેલા માલધારી, રબારી સહિત વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
ગમન સાંથલ અને તેમની સાથે પગપાળા ચાલી રહેલા યાત્રિકોને પાટડીના આબુરાજ અન્નક્ષેત્રમાં વિશ્રામ માટે ઉતારો અપાયો છે, જ્યાં દિવસ દરમિયાન આરામ કર્યા બાદ સાંજે સંઘ ફરી દ્વારકા તરફ પ્રયાણ કરશે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
