News of Sunday, 27th September 2026
અગાઉ મનસુખભાઈ અને આદિવાસી સાથે આ મુદ્દે સમાધાન થયેલું,વન અધિકારના દાવા સાચા હશે તો 90 દિવસમાં ઉકેલ લવાશે : મોઢવાડીયા
તાપીમાં સાંસદ મનસુખભાઈ વસાવાના આક્ષેપો મામલે વન અને પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી

તાપીમાં સાંસદ મનસુખભાઈ વસાવાના આક્ષેપો મામલે વન અને પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે અગાઉ મનસુખભાઈ અને આદિવાસીઓ સાથે આ મુદ્દે સમાધાન થયું હતું. જેમના વન અધિકારના દાવા સાચા છે, તેમની સમસ્યાનો 90 દિવસમાં ઉકેલ લાવવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી દ્વારા પણ સૂચના આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. વન અધિકાર ધરાવતા લોકોએ ચિંતા કરવાની જરૂર નથી તેમ મોઢવાડિયાએ સ્પષ્ટ કર્યું.
મહત્વનું છે કે, ગઈકાલે સાંસદ મનસુખભાઈ વસાવાએ સાગબારાના આદિવાસી ખેડૂતોને ખેતી કરતા અટકાવી માંડવી રેન્જ ઓફિસ લઈ જવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે અર્જૂન મોઢવાડિયા સામે આદિવાસી ખેડૂતો સાથે અંગ્રેજો જેવું શાસન ચલાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
