<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

સુરતમાં ભારે વરસાદ વચ્‍ચે મોડી રાત્રે ભૂકંપ

રિક્‍ટર સ્‍કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૨ માપવામાં આવી : ભારે વરસાદના માહોલ વચ્‍ચે અડધી રાતે ધરતી ધ્રૂજતા લોકોમાં ભારે ગભરાટ અને ચિંતા ફેલાઈ ગઈ

સુરત તા.૨૪: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અત્‍યારે પોતાના રૌદ્ર સ્‍વરૂપમાં વરસી રહ્યા છે, ત્‍યારે સુરત અને આસપાસના વિસ્‍તારના લોકો માટે મુશ્‍કેલીઓમાં વધુ એક વધારો થયો છે. ભારે વરસાદના માહોલ વચ્‍ચે સુરત નજીક અડધી રાતે ધરતી ધ્રૂજતા લોકોમાં ભારે ગભરાટ અને ચિતા ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રે આશરે ૧૧:૦૯ કલાકે સુરતથી લગભગ ૪૨ કિલોમીટરના અંતરે ભૂકંપનું કેન્‍દ્રબિદુ નોંધાયું હતું. રિક્‍ટર સ્‍કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૩.૨ માપવામાં આવી છે.

એક તરફ દક્ષિણ ગુજરાતના જિલ્‍લાઓમાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્‍થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વલસાડ, વાપી અને નવસારીમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. વલસાડના ઉમરગામમાં રેકોર્ડબ્રેક વરસાદ પડવાને કારણે અસંખ્‍ય વિસ્‍તારો પાણીમાં ડૂબી ગયા છે. રસ્‍તાઓ પર નદી જેવો પ્રવાહ વહેવા લાગતા વાહનવ્‍યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને નીચાણવાળા વિસ્‍તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્‍થળે સ્‍થળાંતર કરવાની ફરજ પડી છે.

આવી ગંભીર પરિસ્‍થિતિની વચ્‍ચે અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા કુદરતી આપત્તિઓનો બેવડો માર લોકો પર પડ્‍યો છે. સદનસીબે, આ હળવા આંચકાને કારણે સત્તાવાર રીતે કોઈપણ પ્રકારની જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્‍યા નથી. વહીવટી તંત્ર દ્વારા સ્‍થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

(1:24 PM IST)