તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
વડાપ્રધાને જાહેરમાં કરેલ પ્રસંશાનો પડઘો : મોટા ગણપતિ આયોજનની સંખ્યામાં જબરો વધારો : નરસિંહમાં કોમાર
વડોદરા પોલિસ કમિશનર કહે છે કે, નરેન્દ્રભાઈ દ્વારા વિશાળ ભકતોની ઉપસ્થિતિમાં પ્રસંશાના પુષ્પો ધરતા, વડોદરાવાસીઓઍ અદ્ભુત પ્રતિસાદ આપ્યો

રાજકોટ તા.૧૬ : એક સમયે ગણપતિ મહોત્સવ ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં થતો ન હતો, જોકે મુંબઈ અને મહારાષ્ટમાં ગણપતિ મહોત્સવ જબરો ભક્તો વિવિધ રીતે ઉજવણી વર્ષોથી કરે છે.
ગુજરાત સૌરાષ્ટ્રમાં ઘણાં લાંબા સમય થયા ગણપતિદાદાનો આ ભક્તિ ભાવથી ભરપૂર પ્રસંગ ખૂબ મોટા પ્રમાણમાં ઉજવાય છે. સુરત અને વિશેષ વડોદરામાં નવરાત્રી અને ગણપતિ મહોત્સવનો ઉલ્લાસ પારકાસ્ઠા પર હોય છે.,જેની નોંધ વડા પ્રધાન દ્વારા પણ તાજેતરમાં લેવામાં આવેલ. નરેન્દ્રભાઈ દ્વારા લોકોને સફાઈ રાખવા અપીલ સાથે વડોદરાના ગણપતિ મહોત્સવ દેશભરમાં ખૂબ પ્રસિધ્ધ હોવાનું જણાવી લોકોને પ્રોત્સાહિત કરતા ગત વર્ષ કરતા પણ મોટા જાહેર આયોજ્ન કે જે કાયદો વ્યવસ્થા સુદ્રઢ રીતે જળવાય તે માટે પોલિસને નોધ કરાવી યોજાય છે, તેની સંખ્યામાં મોટો વધારો થયાનુ પોલિસ કમિશનર નરસિંહમાં કોમારે જણાવ્યુ છે.
અત્રે ઍ યાદ રહે કે સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા અને રાજ્યના લો એન્ડ ઓર્ડર વડા રહી ચૂકેલા વિશાલ અનુભવ ધરાવતા સિનિયર આઇપીએસ વડોદરા સીપી નરસિંહમાં કૉમાંરે ભૂતકાળની ઘટનાઓ કેન્દ્રમાં રાખી ૧૮૦૦ થી વધુ વિશાળ આયોજન માટે સીસીટીવી કેમેરાઓ સાથે પોલિસનું સુરક્ષા ચક્ર અભેદ બનાવવા સાથે, લોકો આ ધાર્મિક મહોત્સવ રંગે ચંગે ઉજવી શકે તે માટે સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરી જડબેસલાખ પોલિસ બંદોબસ્ત અને ટ્રાફિક મેનેજમેન્ટ સુદ્રઢ રહે તેવી અદભુત વ્યવસ્થા ગોઠવી છે.
નરસિંહમાં કોમારે જણાવેલ કે, લોકો પોતાના ઘેર, બિલ્ડીંગ, સોસાયટીમાં કે એપાર્ટમેન્ટમાં અયોજ્ન કર્યું છે, તે સંખ્યા તો ખુબ મોટી છે, પોલિસની માન્યતા મુજ્બ વડા પ્રધાનની અપીલ રંગ લાવી હોય તેમ આ સંખ્યામાં પણ વધારો હોવાનું બહાર આવ્યું છે

(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
