તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 1st May 2026
ગોધરા-વડોદરા હાઈવે પર ઇકો કાર બે તોતિંગ ટેન્કરો વચ્ચે દબાઈ:બે બાળકો સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા
આગળ જઈ રહેલા ટેન્કરે અચાનક જોરદાર બ્રેક મારતા ઈંદોરના પોરિવારની ઇકો કાર પાછળથી ટેન્કર સાથે અથડાઈ

પંચમહાલ જિલ્લાના ગોધરા-વડોદરા હાઈવે પર આજે રાત્રે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ગોધરા નજીક હાઈવે પર મધ્યપ્રદેશના ઇન્દોરના એક પરિવારની ઇકો કાર બે તોતિંગ ટેન્કરો વચ્ચે સેન્ડવીચની જેમ દબાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને પરિવાર અંદર ફસાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, ઇન્દોરનો પરિવાર ઇકો કારમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા ટેન્કરે અચાનક જોરદાર બ્રેક મારી હતી. જેના કારણે ઇકો કાર પાછળથી ટેન્કર સાથે અથડાઈ હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા અન્ય એક ટેન્કરે પણ કારને જોરદાર ટક્કર મારી હતી. આમ, કાર આગળ અને પાછળ બંને ટેન્કરોની વચ્ચે કચડાઈ ગઈ હતી.
કારમાં સવાર પરિવારના સભ્યો અંદર લોખંડના પતરાં વચ્ચે ફસાઈ ગયા હતા. સ્થાનિકો અને રાહદારીઓએ તાત્કાલિક મદદ કરી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં બે બાળકો સહિત કુલ 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કારની હાલત જોતા આ એક મોટો ચમત્કાર માનવામાં આવી રહ્યો છે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
