તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
જન્માષ્ટમીના તહેવાર બાદ પણ ખાદ્યતેલના ભાવમાં તેજી યથાવત: સિંગતેલના ભાવમાં ₹50નો વધારો: ડબ્બાનો ભાવ વધીને ₹3,050
કપાસિયા તેલમાં ₹25નો વધારો થતાં ડબ્બાનો ભાવ ₹2,850 પર પહોંચ્યો:વરસાદ ખેંચાતા મગફળી અને કપાસિયાની આવક પર અસર પડી

અમદાવાદ : જન્માષ્ટમીના તહેવાર બાદ પણ ખાદ્યતેલના ભાવમાં તેજી યથાવત છે. સિંગતેલના ભાવમાં ₹50નો વધારો થતા ડબ્બાનો ભાવ વધીને ₹3,050 થયો છે, જ્યારે કપાસિયા તેલમાં ₹25નો વધારો થતાં ડબ્બાનો ભાવ ₹2,850 પર પહોંચ્યો છે. વરસાદ ખેંચાતા મગફળી અને કપાસિયાની આવક પર અસર પડી છે. બજારમાં મગફળી અને કપાસિયાની આવક ઘટતા તેની સીધી અસર તેલના ભાવ પર જોવા મળી રહી છે.
બીજી તરફ, સિંગતેલ અને કપાસિયા તેલની માંગમાં વધારો થતાં ભાવમાં વધુ તેજી આવી છે. સતત વધી રહેલા ખાદ્યતેલના ભાવથી સામાન્ય ગ્રાહકોના બજેટ પર પણ વધારાનો બોજ પડી રહ્યો છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
