<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

દિવાળી પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો: સિંગતેલ રૂ. 3,030 અને કપાસિયા તેલ રૂ. 2,625ને પાર પહોંચ્યા

દિવાળી બાદ નવી મગફળી બજારમાં આવવાની શરૂઆત થતાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા

અમદાવાદ : દિવાળીના તહેવાર પહેલા જ ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય ગ્રાહકોના બજેટ પર અસર પડી શકે છે. સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂ. 15 અને કપાસિયા તેલના ભાવમાં રૂ. 20નો વધારો નોંધાયો છે. ભાવવધારા બાદ સિંગતેલનો 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ. 2,970થી વધીને રૂ. 3,030 થયો છે, જ્યારે કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2,575થી વધીને રૂ. 2,625એ પહોંચ્યો છે. બજારના જાણકારોના જણાવ્યા અનુસાર ભેજવાળી મગફળીના કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જોકે, દિવાળી બાદ નવી મગફળી બજારમાં આવવાની શરૂઆત થતાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તહેવારોની ખરીદી વચ્ચે તેલના ભાવમાં થયેલા વધારાથી ગૃહિણીઓના બજેટ પર વધારાનો બોજ પડી શકે છે.

 

(8:40 PM IST)