તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 24th July 2026
વલસાડના ચીપવાડ વિસ્તારમાં આઠ મહિનાની સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરાયું
સ્પીડ બોટ દ્વારા જીવના જોખમે સુરક્ષિત રીતે તે મહિલાનું રેસ્ક્યુ કરીને તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી

વલસાડમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા માનવતાવાદી અભિગમ દાખવીને એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. શહેરના પાણીમાં ગરકાવ થયેલા ચીપવાડ વિસ્તારમાં આઠ મહિનાની સગર્ભા મહિલા ફસાઈ ગઈ હોવાની માહિતી મળતા જ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ચારેય બાજુ પાણી ભરાયેલા હોવાને કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હતું, જેથી અધિકારીઓએ સ્પીડ બોટની મદદ લીધી હતી. સ્પીડ બોટ દ્વારા જીવના જોખમે સુરક્ષિત રીતે તે મહિલાનું રેસ્ક્યુ કરીને તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
