News of Sunday, 15th November 2026
એકતાનગરીના ગોરા ઘાટ પર નર્મદા આરતીનું આકર્ષણ વધ્યું
રાત્રિના સમયે રંગબેરંગી રોશની અને આકર્ષક ડેકોરેશન પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યાં છે

નર્મદાના એકતાનગરી સ્થિત ગોરા ઘાટનું નવીનીકરણ થતાં તેની ભવ્યતામાં વધારો થયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ હવે નર્મદા આરતીનો પણ લાભ લઈ રહ્યા છે. ઘાટ પર ભગવાન શિવની નવી પ્રતિમા, સમુદ્રમંથનનું ચિત્ર અને નર્મદા માતાની ઉત્પત્તિની ગાથા દર્શાવવામાં આવી છે. રાત્રિના સમયે રંગબેરંગી રોશની અને આકર્ષક ડેકોરેશન પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યાં છે. આ ઉપરાંત લેસર શૉ પણ ખાસ આકર્ષણ બન્યો છે. શ્રદ્ધાળુઓ નર્મદાનું પાણી સુરક્ષિત રીતે લઈ જઈ શકે તે માટે વિશેષ કુંડ પણ બનાવવામાં આવ્યા છે. પ્રવાસીઓને અહીં હરિદ્વારની ગંગા આરતી જેવો અનુભવ થઈ રહ્યો છે
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
