તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
સુરતના પાંડેસરાના વૃદ્ધ દંપતી દ્વારા ઈચ્છામૃત્યુની માંગ :ઉધના ઝોનના અધિકારી સુજલ પ્રજાપતિ અને નેતાઓ સામે માનસિક ત્રાસનો આક્ષેપ
વર્ષ 2021માં તેમની 11 દુકાનો ફાયર સેફ્ટીના બહાને સીલ કરાઈ જે હાઇકોર્ટનાઆદેશ બાદ ખુલી હતી પરંતુ 30 મેના રોજ ફરી સીલ કરી દેવાતા દંપત્તિએ કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુની ગુહાર લગાવી

સુરતના પાંડેસરાના એક વૃદ્ધ દંપત્તિએ ઉધના ઝોનના અધિકારી સુજલ પ્રજાપતિ અને નેતાઓ સામે માનસિક ત્રાસનો આક્ષેપ લગાવી કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુની માંગ કરી છે. વર્ષ 2021માં તેમની 11 દુકાનો ફાયર સેફ્ટીના બહાને સીલ કરાઈ હતી, જે હાઇકોર્ટના આદેશ બાદ ખુલી હતી પરંતુ 30 મેના રોજ ફરી સીલ કરી દેવાતા દંપત્તિએ આ પગલું ભર્યું છે.
ન્યાય મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને કંટાળેલા પાંડેસરાના એક વૃદ્ધ દંપત્તિએ આખરે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઇચ્છામૃત્યુની માંગણી કરતા સમગ્ર સુરત શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. દંપત્તિએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉધના ઝોનના કાર્યપાલક ઇજનેર અને કેટલાક સ્થાનિક રાજકીય નેતાઓ સામે તેમને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત વર્ષ 2021માં થઈ હતી. વૃદ્ધ દંપત્તિનો આક્ષેપ છે કે તત્કાલીન એન્જિનિયર સુજલ પ્રજાપતિએ કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના તેમની 11 દુકાનોને સીલ કરી દીધી હતી. અધિકારી દ્વારા તે સમયે એવું બહાનું બતાવવામાં આવ્યું હતું કે આ દુકાનોમાં ફાયર સેફ્ટી (Fire Safety) ની સુવિધા ઉપલબ્ધ નથી. આ અન્યાય સામે દંપત્તિએ કાયદાકીય લડત શરૂ કરી હતી અને મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.
લાંબી કાનૂની લડત બાદ અને હાઇકોર્ટના કડક આદેશ પછી આખરે સાડા પાંચ વર્ષના લાંબા સમયગાળા બાદ આ દુકાનોના સીલ ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ફાયર વિભાગ દ્વારા પણ સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ નાની દુકાનોમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો વસાવવાની કાયદાકીય જરૂરિયાત નથી. આમ છતાં, વહીવટી તંત્ર દ્વારા દંપત્તિને હેરાન કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
હજુ તો માંડ દુકાનો ખુલી હતી ત્યાં જ ગત 30 મેના રોજ વહીવટી તંત્ર દ્વારા ફરી એકવાર આ તમામ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહીને પગલે તત્કાલીન એન્જિનિયર સુજલ પ્રજાપતિ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. પીડિત દંપત્તિએ સુજલ પ્રજાપતિ અને ભૈરવ દેસાઈ નામના વ્યક્તિઓ સામે કિન્નાખોરી રાખવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
દંપત્તિનું કહેવું છે કે આ સમગ્ર વિવાદ પાછળ મોટા રાજકીય નેતાઓનો હાથ છે, જેઓ તેમની મિલકત પચાવી પાડવા અથવા તેમને આર્થિક રીતે બરબાદ કરવા માગે છે. વયવૃદ્ધાવસ્થામાં રોજીરોટી છીનવાઈ જતાં અને ક્યાંયથી ન્યાય ન મળતાં આખરે કંટાળીને દંપત્તિએ કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુની ગુહાર લગાવી છે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
