<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

સાબરકાંઠાના વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠક ભાજપના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી મોકૂફ

ભાજપના ઉમેદવારો લીનાબેન નિનામાનું અવસાન થયું:વહીવટી તંત્ર દ્વારા આગામી ટૂંક સમયમાં ચૂંટણીનું નવું શિડ્યુલ જાહેર કરવામાં આવશે.

અમદાવાદ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાબરકાંઠાના વિજયનગરમાં તાલુકા પંચાયતની ચીતરીયા બેઠકની ચૂંટણી મોકૂફ રાખવાની વહીવટી તંત્રએ જાહેરાત કરી છે 

મળતી માહિતી મુજબ સાબરકાંઠાના વિજયનગરમાં તાલુકા પંચાયતની ચીતરીયા બેઠકની ચૂંટણી મોકૂફ રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારનું અવસાન થતા ચૂંટણી મોકૂફ કરવામાં આવી છે. તેમજ ભાજપના ઉમેદવારો લીનાબેન નિનામાનું થોડા સમયે પહેલા અવસાન થયું હતું. વહીવટી તંત્ર દ્વારા આગામી ટૂંક સમયમાં ચૂંટણીનું નવું શિડ્યુલ જાહેર કરવામાં આવશે. 

(10:09 PM IST)