તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Monday, 16th November 2026
વડનગરમાં ચાલી રહેલા વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં હાથી લાવીને થઈ ગજપૂજા
૪ દિવસથી ચાલી રહેલા મહાયજ્ઞમાં ૧૪૪ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે ભગવાન ગણેશજીને ૧૦ હજાર મોદકની આહુતિ અર્પિત કરવામાં આવી

વડનગર,તા.૧૬: ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરમાં ચાલી રહેલા વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં મંડપમાં હાથી લાવીને ગજપૂજા કરવામાં આવી હતી. છેલ્લા ૪ દિવસથી ચાલી રહેલા મહાયજ્ઞમાં ૧૪૪ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે ભગવાન ગણેશજીને ૧૦ હજાર મોદકની આહુતિ અર્પિત કરવામાં આવી હતી. ચોથા દિવસે પ્રાતઃકાળે ઋગ્વેદસંહિતા હવનથી ધાર્મિક કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જેમાં ભગવાન ગણપતિનું ધ્યાન ધરીને મંત્રો દ્વારા ૮૦૦૦ આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગજપૂજા, ગૌપૂજા, અશ્વપૂજાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. અતિરુદ્ર મહાયજ્ઞમાં ૧૪૪ બ્રાહ્મણો દ્વારા મહાન્યાસ, લઘુન્યાસ અને શ્રીરુદ્રના પાઠ તેમ જ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ અનુષ્ઠાન દરમ્યાન ભગવાન પાસે દેશમાં સુખ-શાંતિ, ધન-ધાન્યની વૃદ્ધિ અને ખાસ કરીને દેશની સરહદો પર તહેનાત આપણા જવાનોના ઉત્તમ સ્વાસ્થ્ય અને રક્ષા માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
