<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

સાડા અગિયાર ઈંચ વરસાદ ખાબકતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો : ડેમની જળસપાટી 335.27 ફૂટે પહોંચી

ઉકાઇ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી 80 હજાર 259 ક્યુસેક પાણીની આવક

તાપી જિલ્લાના ઉકાઇમાં પડેલા સાડા અગિયાર ઈંચ વરસાદ બાદ ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. હાલ ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી 80 હજાર 259 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક થતા ડેમની જળસપાટી 335.27 ફૂટ પર પહોંચી છે. ડેમમાંથી કેનાલ મારફતે 800 ક્યુસેક પાણીની જાવક. ડેમમાં પાણીની આવક થતા દક્ષિણ ગુજરાત વાસીઓ માટે રાહતના સમાચાર. ડેમની ભય જનક સપાટી 345 ફૂટ છે.

(5:33 PM IST)