હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 10th September 2026
અમદાવાદના વેજલપુરની ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ : સાંકડા ગેટથી મુશ્કેલી
સ્કૂલનો ગેટ સાંકડો હોવાથી ફાયર અને ઈમરજન્સી વાહનો સરળતાથી અંદર પ્રવેશી શક્યા નહોતા: સ્કૂલની ગેટ ડિઝાઇન અને મંજૂરીને લઈને પણ સવાલો ઊભા કર્યા

અમદાવાદના વેજલપુરની ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યા બાદ તપાસ દરમિયાન સ્કૂલનો સાંકડો ગેટ ફાયર અને BDDSની ટીમો માટે મુશ્કેલીરૂપ બન્યો હતો. સ્કૂલનો ગેટ સાંકડો હોવાથી ફાયર અને ઈમરજન્સી વાહનો સરળતાથી અંદર પ્રવેશી શક્યા નહોતા. આ ઘટનાએ સ્કૂલની ગેટ ડિઝાઇન અને મંજૂરીને લઈને પણ સવાલો ઊભા કર્યા છે. કોઈપણ શાળાના ગેટ એવા હોવા જરૂરી છે કે ઈમરજન્સી સમયે ફાયર ફાઈટર સહિતનાં વાહનો સરળતાથી પ્રવેશી શકે. ત્યારે ગેટની ડિઝાઇન યોગ્ય ન હોવા છતાં કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પરવાનગી કેવી રીતે આપવામાં આવી તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સાથે જ નાની ગલીઓમાં શાળાઓને મંજૂરી આપવાના નિર્ણયને લઈને પણ સુરક્ષાના મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
