<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

માહિતી નિયામકની કચેરીમાં સંયુક્‍ત માહિતી નિયામક જયેશભાઈ દવેનો ભાવસભર વિદાય સમારોહ યોજાયોઃ ૨૮ વર્ષની યશસ્‍વી સેવાઓ બાદ થયા નિવૃત્ત

મુખ્‍યમંત્રીના એપીઆરો વિવેક ત્રિવેદી અને પરિવારજનોની હાજરીમાં જયેશભાઈ દવેએ જૂનાગઢથી શરૂ થયેલી પોતાની ૨૮ વર્ષની યાદગાર સરકારી કારકિર્દીના સંસ્‍મરણો વાગોળ્‍યા

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૩૧: માહિતી નિયામકની કચેરી ખાતે સંયુક્‍ત માહિતી નિયામક જયેશભાઈ દવે વય નિવૃત્ત થતાં તેમનો ભાવભીનો વિદાયમાન સમારંભ યોજાયો હતો. મુખ્‍યમંત્રીના એપીઆરો વિવેક ત્રિવેદીની વિશેષ હાજરીમાં નાયબ માહિતી નિયામક પારુલબેન મણિયાર, નિત્‍યા ત્રિવેદી, ચિંતન રાવલ, ડો. ઉર્વિ રાવલ, મનિષા વાઘેલા તેમજ સહાયક માહિતી નિયામક સંજયસિંહ ચાવડા અને અંકુર શ્રીમાળી સહિતના અધિકારીઓએ તેમના મધુર અનુભવો શેર કર્યા હતા. આ પ્રસંગે તેમના ધર્મપત્‍ની અને પુત્રી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

પોતાના વિદાય પ્રવચનમાં જયેશભાઈ દવેએ સાથી કર્મયોગીઓનો આભાર વ્‍યક્‍ત કરતા પોતાની કારકિર્દીની સફર વાગોળી હતી.

સપ્‍ટેમ્‍બર ૧૯૯૮માં જૂનાગઢથી માહિતી મદદનીશ વર્ગ-૩ તરીકે સેવા શરૂ કરી. સિનિયર સબએડિટર તરીકે ભરૂચ અને બાદમાં ગાંધીનગર વડી કચેરીની સમાચાર શાખામાં ૧૫ વર્ષ ફરજ બજાવી. સહાયક માહિતી નિયામક તરીકે લોકભવનમાં ચાર રાજ્‍યપાલશ્રીઓ સાથે પ્રેસ સચિવ તરીકે ઉત્‍કળષ્ટ કામગીરી કરી. ગાંધીનગર જિલ્લા માહિતી કચેરીમાં નાયબ માહિતી નિયામક તરીકે સેવા આપી. અંતિમ બે વર્ષ વડી કચેરીની પ્રકાશન શાખામાં સંયુક્‍ત માહિતી નિયામક તરીકે લોકભોગ્‍ય પ્રકાશનો પ્રસિદ્ધ કરી રાજ્‍ય સરકારની કામગીરીનો વ્‍યાપક પ્રચાર-પ્રસાર કર્યો.

(3:41 PM IST)